શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં સેનાએ મોટુ ઓપરેશન પાર પાડ્યું છે. ત્રાલમાં સુરક્ષાદળો દ્વારા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાકિર મુસાને ઢાર મારવામાં આવ્યાના સમાચાર છે. જો કે અત્યાર સુધી તેની પૃષ્ટી નથી થઇ શકી. જાકીર મુસા કુખ્યાત આતંકવાદી સંગઠન અંસાર ગજવાત ઉલ હિંદનો ચીફ છે. આતંકવાદી જાકીર મુસાને સુરક્ષા એજન્સીઓ લાંબા સમયથી શોધી રહી હતી.  રિપોર્ટ અનુસાર આર્મીની 42 રાષ્ટ્રીય રાઇફલ્સ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ અને સીઆરપીએફની એક ટુકડીએ દદસારા ગામમાં એક ઓપરેશનમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્મૃતિ ઇરાનીઃ 'તુલસી વહુ'થી લઈને ગાંધી પરિવારના ગઢને ધ્વસ્ત કરવા સુધી

આ બંન્ને આતંકવાદીઓની ઓળખ ચાલી રહી છે. તેમાંથી એક આતંકવાદી જાકીર મુસા હોઇ શકે છે. સુત્રો અનુસાર ગુપ્ત માહિતીનાં આધારે સુરક્ષા દળોએ આ બંન્ને આતંકવાદીઓને ઘેરી લીધા હતા. તેમાંથી આતંકવાદી જાકીર મુસાર હોઇ શકે છે. સુત્રો અનુસાર ગુપ્ત માહિતીનાં આધારે સુરક્ષા દળોએ આ બંન્ને આતંકવાદીઓને ઘેરી લીધા હતા. સુરક્ષાદળો સાથે જ્યારે તેને સરેન્ડર કરવા કહ્યું તો આ આતંકવાદીએ ગ્રેનેડથી હુમલો કરી દીધો હતો. આ દરમિયાન સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં જાકીર મુસા ઠાર મરાયો. જો કે તેની અધિકારીક પૃષ્ટી થવાની બાકી છે. 


સલમાને પીએમને આપી શુભેચ્છા, શિલ્પા પણ બોલી, 'મોદીજીને દંડવત પ્રણામ'


અમેઠીમાં રાહુલ હાર્યા તો રાજનીતિ છોડી દઇશ: સિદ્ધુનો VIDEO થયો VIRAL


હાલ સુરક્ષાદળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. આર્મીએ આ વિસ્તારને ઘેરી લીધું છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે જાકિર મુસાની સાથે અન્ય આતંકવાદીઓ પણ છુપાયેલા હોઇ શકે છે. બીજી તરફ એવા સમાચાર છે કે પુલવામામાં ઇન્ટરનેટ સેવાઓ ઠપ કરી દેવામાં આવી છે. 


ભાજપની ચૂંટણી જીત માટે સફળ જાળ બિછાવવામાં માહેર છે અમિત શાહ
જમ્મુ કાશ્મીરમાં કાલે શાળા -કોલેજો બંધ
આતંકવાદી જાકીર મુસા ઠાર મરાયો હોવાનાં સમાચારો આવ્યા બાદ જમ્મુ કાશ્મીર તંત્રઓ કાશ્મીર ડિવિઝનમાં કાલે તમામ શાળા અને કોલેજો બંધ કરવાનો આદેશ આપ્યો છે. ડિવિઝનલ કમિશ્નર બસીર અહેમદ ખાને કહ્યું કે, નિર્ણય સુરક્ષાની દ્રષ્ટીએ લેવામાં આવ્યો છે.