નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે ડોક્ટર રેડ્ડીઝ લેબએ જાહેરાત કરી છે કે એન્ટી-કોવિડ મેડિસિન, 2ડીજીના કોમર્શિયલ લોન્ચ જૂનના મહિનાના મધ્યથી શરૂ થવાની સંભાવના છે. લેબના અનુસાર ત્યાં સુધી 2ડીજી દવાનો સાચો ભાવ પણ સામે આવી જશે અને દેશના મુખ્ય સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં આ દવા મળવાનું શરૂ થઇ જશે. તમને જણાવી દઇએ કે અત્યાર સુધી આ દવા દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલ અને ડીઆરડીઓના કોવિડ હોસ્પિટલ્સમાં જ ઉપલબ્ધ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૈદ્રાબાદ સ્થિત ડોક્ટર રેડ્ડીઝ લેબએ એક પ્રેજેંટેશન-પ્લેટ પણ શેર કરી છે. તેનાપર સ્પષ્ટ લખ્યું છે કે જૂનના મધ્યથી દવા સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં મળવાનું શરૂ થઇ જશે. આ ઉપરાંત કંપનીના અનુસાર દવાનો ભાવ નક્કી કરવામાં આવશે. જેથી વધુમાં વધુ દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થઇ શકે.

એક રૂપિયાની નોટ તમને બનાવી શકે છે માલામાલ, બસ કરવું પડશે આ કામ 


કંપનીએ સ્પષ્ટ કહ્યું કે જો હોસ્પિટલ, સંસ્થા અથવા પછી કોઇ બીજાને દવા વિશે કોઇ જાણકારી લેવી છે તો તે કંપનીના ઇમેલ (2DG@drreddy.com) પર સંપર્ક કરે. લેબે સ્પષ્ટ કહ્યું છે કે વોટ્સઅપ અને સોશિયલ મીડિયા પર પ્રચલિત ભ્રામક પોસ્ટ અને મેસેજ ધ્યાન ન આપ્યો. જોકે સોશિયલ મીડિયા પર કેટલીક એવી પોસ્ટ સામે આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે જે દર્દીઓને 2ડીજી દવાની જરૂર છે, તે પોતાની હોસ્પિટલ પાસેથી ડોક્ટર રેડ્ડીઝ લેબના બે ઇમેલ પર સંપર્ક કરે. વાયરલ પોસ્ટમાં બે ઇમેલ આઇડી પણ આપવામાં આવ્યા હતા. પરંતુ કંપની પોતાના નિવેદનમાં આ ઇમેલ અને પોસ્ટને નકારી કાઢી છે. 

VIDEO VIRAL: Neha Kakkar સાથે મારઝૂડ કરી રહ્યો છે પતિ રોહનપ્રીત, લગ્નના 6 મહિના બાદ શરૂ થઇ હાથાપાઇ


તમને જણાવી દઇએ કે 8 મેના રોજ દેશના પ્રમુખ રક્ષા સંસ્થા, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેંટ ઓર્ગેનાઇજેશન (ડીઆરડીઓ)એ એન્ટી કોવિડ મેડિસિન 2ડીજી બનાવવાનો દાવો કર્યો હતો. દિલ્હી સ્થિર ડીઆરડીઓની ઇંસ્ટીટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાઇડ સાઇન્સીસ (ઇનામસ) લેબએ રેડીઝ લેબ સાથે મળીને આ 2-ડિયોક્સી-ડી-ગ્લૂકોઝ એટલે કે 2ડીજી દવા તૈયાર કરી છે.

Tauktae બાદ હવે 'Cyclone Yaas' મચાવી શકે છે તબાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ


ડીઆરડીઓના અનુસાર ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ)એ 2ડીજીના ઇમરજન્સી ઉપયોગની પરવાનગી આપી દીધી છે. ત્યારબદ 17 મેના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનએ આ દવાની પહેલી બેચ એમ્સ અને સેના દ્વારા સંચાલિત કોવિડ હોસ્પિટલો માટે રિલીઝ કરી દીધી હતી. પહેલી બેચમાં લગભગ 10 હજાર સૈશે જાહેર કરવામાં આવ્યું છે. જૂનના મહિનાથી દર અઠવાડિયે કંપની લગભગ એક લાખ સૈશે તૈયાર કરશે. 


ગ્લૂકોઝના એનેલોગ પહેલા આ 2ડીજી દવા સૈશેના રૂપમાં સામે આવી ચે અને પાણીમાં ઘોળીને દર્દીને પીવડાવવામાં આવે છે. ડીઆરડીઓનો દાવો છે કે આ દવાના સેવાનથી દર્દીઓને 40 ટકા ઓછા ઓક્સિજનની જરૂર પડે છે અને તે કોરોનાથી છુટકારો મેળવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube