Anti-Terrorism Day 2022: ભારતમાં દર વર્ષે 21 મેના દિવસે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. તે રાષ્ટ્રીય સદ્ધાભાવને પ્રોત્સાહન આપવા, આતંકવાદને ઘટાડવા અને તમામ જાતિઓ, સંપ્રદાયો વગેરેના લોકોમાં એકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે સામાન્ય લોકોની વચ્ચે એક મેસેજ મોકલવાની કોશિશ કરવામાં આવે છે કે કેવી રીતે આતંકવાદી દેશને નુકસાન પહોંચે છે. આ દિવસ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી હિંસા વિશે જણાવવામાં આવે છે, યુવાઓને આતંકવાદી અને માનવ જીવન પર પડેલા ખોટા પ્રભાવની જાણકારી આપતા મનાવવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં કેમ મનાવવામાં આવે છે એન્ટી ટેરરિજ્મ-ડે?
ખરેખર, 31 વર્ષ પહેલા આજના દિવસે ભારતના પૂર્વ પીએમ રાજીવ ગાંધીની આતંકી હુમલામાં હત્યા કરવામાં આવી હતી. 21 મે 1991ના રોજ રાજીવ ગાંધી તામિલનાડુના શ્રીપેરમ્બુદુરમાં હતા, જ્યાં આતંકવાદી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE) દ્વારા માનવ બોમ્બ અથવા આત્મઘાતી બોમ્બ વડે હત્યા કરવામાં આવી હતી.


બિહારમાં કૃદરત રૂઠી!! ભારે વરસાદ અને વાવાઝોડા બાદ વીજળી ત્રાટકી, 16 જિલ્લામાં 33 લોકોએ ગુમાવ્યા જીવ


હત્યા બાદ વી.પી. સિંહ સરકારે 21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું. આ દિવસે તમામ સરકારી કચેરીઓ અને અન્ય જાહેર સંસ્થાઓમાં આતંકવાદને નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. સાથે, આ દિવસનું મહત્વ દર્શાવતા ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આતંકવાદ વિરોધી સંદેશાઓ મોકલવામાં આવે છે.
.
આતંકવાદ વિરોધી દિવસ પર તમે પણ લો આ શપથ
અમે ભારતવાસી પોતાના દેશની અહિંસા અને સહનશીલતાની પરંપરામાં દ્દઢ વિશ્વાસ રાખીએ છીએ અને નિષ્ઠાપૂર્વક શપથ લઈએ છીએ કે અમે તમામ પ્રકારના આતંકવાદ અને હિંસાનો સામનો કરીશું. અમે માનવ જાતિના તમામ વર્ગોની વચ્ચે શાંતિ, સામાજિક અને સદ્ધભાવના તથા સૂઝબૂઝ કાયમ કરવા અને માનવ મૂલ્યોને જોખમમાં મૂકવા અને વિક્ષેપકારક શક્તિઓ સામે લડવા માટે પણ શપથ લઈએ છીએે.


Somvati Amavasya 2022: ક્યારે છે સોમવતી અમાસ, શાસ્ત્રો અનુસાર જાણો મહત્વ અને વ્રતના ફાયદા, આ દિવસે શું કરવું અને શું નહીં?


ઉલ્લેખનીય છે કે ભારતમાં આતંકવાદી સતત ઘૂસણખોરી કરવાની કોશિશ કરે છે અને ઘણી વખત સફળ પણ થઈ જાય છે. લોકસભાની એક રિપોર્ટ અનુસાર, છેલ્લા ચાર વર્ષોમાં આતંકવાદીઓએ 350થી વધુ વખત  ભારતીય સરહદમાં ઘૂસવાની કોશિશ કરી છે. વર્ષ 2018માં 143 વાર, 2019માં 138 વાર, 2020માં 99 વખત અને વર્ષ 2021માં 77 વખત ભારતમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube