Somvati Amavasya 2022: ક્યારે છે સોમવતી અમાસ, શાસ્ત્રો અનુસાર જાણો મહત્વ અને વ્રતના ફાયદા, આ દિવસે શું કરવું અને શું નહીં?

Somvati Amavasya 2022: વર્ષ 2022માં આ વર્ષની છેલ્લી સોમવતી અમાસ છે. આ પછી સોમવતી અમાસ નહીં આવે. આ દિવસે પરિણીત મહિલાઓ વ્રત રાખે છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે. આ દિવસે પૂજા વગેરે કરવાથી પતિનું આયુષ્ય વધે છે અને સૌભાગ્ય મળે છે.

Somvati Amavasya 2022: ક્યારે છે સોમવતી અમાસ, શાસ્ત્રો અનુસાર જાણો મહત્વ અને વ્રતના ફાયદા, આ દિવસે શું કરવું અને શું નહીં?

Somvati Amavasya On 30th May: હિન્દુ ધર્મમાં દરેક તહેવારોનું એક આગવું મહત્વ હોય છે. બીજી બાજુ હિન્દુ ધર્મમાં દર મહિને અમાસ આવે છે અને દરેક અમાસનું એક આગવું મહત્વ હોય છે. અમાસના દિવસે વ્રત, પૂજન અને પિતૃઓને તલ ચઢાવવામાં આવે છે. આ દિવસે તર્પણ વગેરે કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. પિતૃદોષ દૂર કરવા માટે આ દિવસે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. સોમવારે આવતી અમાસ સોમવતી અમાસ તરીકે ઓળખાય છે. આ દિવસનું મહત્વ અન્ય અમાસ કરતાં વધુ છે.

વર્ષ 2022માં આ વર્ષની છેલ્લી સોમવતી અમાસ છે. આ પછી સોમવતી અમાસ નહીં આવે. આ દિવસે પરિણીત મહિલાઓ વ્રત રાખે છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે. આ દિવસે પૂજા વગેરે કરવાથી પતિનું આયુષ્ય વધે છે અને સૌભાગ્ય મળે છે. એટલું જ નહીં સંતાન પ્રાપ્તિ માટે સોમવારે સોમવતી અમાસનું વ્રત રાખવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે આ દિવસે શું કરવામાં આવે છે અને શું ના કરવું જોઈએ, જેથી અજાણતા પણ તમારા દ્વારા કરેલ કોઈ કાર્યથી અપશુકન ના થાય.

સોમવતી અમાવસ્યા પર આ કામ ન કરવું જોઈએ
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવતી અમાસના દિવસે કોઈનો અનાદર કે અપમાન ન કરવું.
- પોતાના નાના કે વડીલો સાથે વાત કરતી વખતે કડવા શબ્દોનો ઉપયોગ ન કરો.
- આ દિવસે પણ સ્મશાનમાં ન જવું.
- એવું માનવામાં આવે છે કે સોમવતી અમાસના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરતી વખતે પીપળના ઝાડને સ્પર્શ ન કરો.
- આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાન વગેરે કરવું. આ દિવસે મોડે સુધી સૂવું નહીં.
- સોમવતી અમાસના દિવસે શારીરિક સંબંધ ન બાંધવો. માંસ અને આલ્કોહોલનું સેવન પણ ના કરવું જોઈએ.
- આ દિવસે ભૂલથી પણ વાળ કે નખ ન કાપો.

સોમવતી અમાસના દિવસે કરો આ કામ
સોમવતી અમાસના દિવસે સ્નાન કર્યા બાદ પુજા-પાઠ અને વ્રત વગેરે કરો. ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરો. આ દિવસે એકાગ્રતા અને સ્થિર મન રાખીને પુજા કરો. આ દિવસે વિધિ-વિધાનથી પુજા કરો અને તમામ નિયમોનું પાલન કરવાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news