નવી દિલ્હી: મુંબઇ પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ (Param Bir Singh) ના ગંભીર આરોપો પર શિવસેનાએ મહારાષ્ટ્ર (Maharashtra) ના ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામાની મનાઇ કરી દીધી છે. શિવસેન નેતા સંજય રાઉતે કહ્યું કે સરકારને વિપક્ષની ગંદી રાજનિતીનો શિકાર બનવું ન જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'મહારાષ્ટ્રમાં ન્યાયપ્રક્રિયા પારદર્શક'
શિવસેના નેતા સંજય રાઉત (Sanjay Raut) એ કહ્યું કે 'મહારાષ્ટ્રના રાજભવનમાં ભાજપના નેતાઓની બે દિવસથી અવર જવર અને ખાણી પીણી ચાલી રહી છે, તેને ચાલવા દો. મહારાષ્ટ્રમાં ન્યાય પ્રક્રિયા ખૂબ જ પારદર્શક છે. ત્યાં તપાસ મુખ્યમંત્રીની નજર હેઠળ થાય છે. એંટીલિયા-સચિન વાઝે કેસમાં વિપક્ષ ગંદું રાજકારણ કરી રહ્યો છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું કે તેમના આરોપોની તપાસ થશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. દૂધમાં કોણે પાણી મિક્સ કર્યું. તે સ્પષ્ટ થઇ જશે. 

સચિન વાઝેની આંખો સામે થઇ મનસુખ હિરેનની હત્યા? જાણો મોતના દિવસે શું-શું થયું


'કેસમાં વિપક્ષ કરી રહ્યા છે રજકારણ'
રાઉતે કહ્યું કે સરકારે વિપક્ષની ગંદી રાજનીતિનો શિકાર ન બનવું જોઇએ. જો આમ થયું તો પરંપરા બની જશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં જે વાતચીત ચાલે છે. તેમાં એ છે કે યૂપીએનું પુનર્ગઠન જરૂરી છે. યૂપીએની લીડરશિપ એવા નેતાના હાથમાં હોવી જોઇએ. જે દેશના બિન ભાજપી દળોનું સંગઠન બનાવે. તેમણે કહ્યું કે દિલ્હીમાં ભાજપની સરકાર નથી તો તે એલજીના દ્રારા પોતાનો અધિકાર બનાવવામાં લાગી છે. જો દિલ્હીમાં એલજી જ સરકાર ચલાવશે તો અહીં ચૂંટાયેલા સીએમનો શું મતલબ છે. ક્યારેક ભાજપ દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાત કરતી હતી અને આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓના હક ખતમ કરવા પર લાગી છે. શું જ લોકતંત્ર છે.? 

Petrol-Diesel ના વધતા જતા ભાવ વચ્ચે મોટી રાહત, સરકારે હવે આ ઓઇલને આપી મંજૂરી


દેશમુખએ સીએમ ઉદ્ધવને લખ્યો પત્ર
તો બીજી તરફ ભ્રષ્ટાચારના આરોપોનો સમાનો કરી રહેલા મહારાષ્ટ્ર (Maharashtra) ના ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) એ બુધવારે સીએમ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) ને મરાઠીમાં પત્ર લખ્યો. દેશમુખએ બુધવારે મોટીરાત્રે આ પત્રને પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો. આ પત્રમાં દેશમુખે મુખ્યમંત્રી ઠાકરે પાસે આગ્રહ કર્યો કે તેમના વિરૂદ્ધ પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ (Param Bir Singh) દ્રારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરાવે. તેમણે ટ્વિટમાં લખ્યું 'જો મુખ્યમંત્રી તેમની વિરૂદ્ધ તપાસનો આદેશ 


'મની કલેક્શન સ્કીમ ચલાવી રહ્યા છે ગૃહમંત્રી'
પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ (Param Bir Singh) એ ગત શનિવારે સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. આ પત્રમાં પૂર્વ કમિશ્નરએ આરોપ લગાવ્યો છે કે ગૃહમંત્રી અનિલ દેશમુખ આખા રાજ્યમાં 'મની કલેક્શન સ્કીમ' ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ધરપકડ થયેલા સચિન વાઝેને મુંબઇના ડાન્સ બાર અને રેસ્ટોરેન્ટમાંથી 100 કરોડ રૂપિયા દર મહિને વસૂલીનો ટાર્ગેટ રાખ્યો હતો. પૂર્વ કમિશ્નરના આરોપો પર સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ કોઇ નિર્ણય લીધો નથી. તો બીજી તરફ ભાજપ સતત આરોપોથી રાજ્યની મહારાષ્ટ્ર સરકાર અધાડી એલાયન્સમાં ગાંઠ પાડતી જોવા મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube