નવી દિલ્હી : ફિલ્મમેકર અનુરાગ કશ્યપે (Anurag Kashyap) દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર શાબ્દિક એટેક કર્યો છે. દિલ્હી સરકારે 2016 રાજદ્રોહ મામલા (Sedition Case)માં કન્હૈયા કુમાર (Kanhaiya Kumar), ઉમર ખાલિદ અને બીજી વ્યક્તિઓ સામે રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયને કારણે અનુરાગ કશ્યપનો ગુસ્સો ભભુકી ઉઠ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાન: દલિત યુવકનાં મૃત્યુથી હડકંપ, SP સર્કલ અધિકારીને પદથી હટાવાયા


અનુરાગે પછી કન્હૈયાની ટ્વીટને રિટ્વીટ કરીને લખ્યું છે કે, 'મહાશય અરવિંદ કેજરીવાલ જી, તમને શું કહે....spineless તો કોમ્પ્લિમેન્ટ છે...તમે કેટલામાં વેચાયા?' 


પોલીસ સામે પિસ્તોલ તાણનારા શાહરૂખ અંગે ZEE NEWS નો ચોંકાવનારો ખુલાસો, જરૂર વાંચો


દિલ્હી સરકારે શુક્રવારે દિલ્હી પોલીસને જેએનયુએસયુના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર અને અન્ય પર 2016ના રાજદ્રોહ મામલામાં મુકદ્દમો ચલાવવાની મંજૂરી આપી દીધી છે. આ વાતની પુષ્ટિ દિલ્હી પોલીસના ટોચના અધિકારીએ પણ કરી છે. 


 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube