પોલીસ સામે પિસ્તોલ તાણનારા શાહરૂખ અંગે ZEE NEWS નો ચોંકાવનારો ખુલાસો, જરૂર વાંચો

રાષ્ટ્રીય રાજધાનીનાં નોર્થ ઇસ્ટ વિસ્તારમાં થયેલી હિંસા દરમિયાન એક સુરક્ષા કર્મચારીની છાતી પર પિસ્તોલ ધરી દેનાર અને હવામાં અનેક રાઉન્ડર ફાયરિંગ કરીને સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાવનાર યુવાનને પોલીસ શોધી રહી છે. જો કે તે હવે પોલીસ પકડથી દુર છે. જો કે કેટલીક સોશિયલ મીડિયા અને મીડિયા ચેનલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગોળીઓ ચલાવનારો વ્યક્તિ શાહરુખ નહી પરંતુ અનુરાગ મિશ્રા છે. આબધા જ સવાલો સાથે ZEE NEWS દિલ્હીનાં અરવિંદ નગરમાં શાહરુખનાં ઘરે પહોંચ્યું હતું. કોણ છે ગોળીબાર કરનારો શાહરુખ ? 
પોલીસ સામે પિસ્તોલ તાણનારા શાહરૂખ અંગે ZEE NEWS નો ચોંકાવનારો ખુલાસો, જરૂર વાંચો

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાનીનાં નોર્થ ઇસ્ટ વિસ્તારમાં થયેલી હિંસા દરમિયાન એક સુરક્ષા કર્મચારીની છાતી પર પિસ્તોલ ધરી દેનાર અને હવામાં અનેક રાઉન્ડર ફાયરિંગ કરીને સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાવનાર યુવાનને પોલીસ શોધી રહી છે. જો કે તે હવે પોલીસ પકડથી દુર છે. જો કે કેટલીક સોશિયલ મીડિયા અને મીડિયા ચેનલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગોળીઓ ચલાવનારો વ્યક્તિ શાહરુખ નહી પરંતુ અનુરાગ મિશ્રા છે. આબધા જ સવાલો સાથે ZEE NEWS દિલ્હીનાં અરવિંદ નગરમાં શાહરુખનાં ઘરે પહોંચ્યું હતું. કોણ છે ગોળીબાર કરનારો શાહરુખ ? 

ZEE NEWS ને પાડોશીએ માહિતી આપી કેહિંસા બાદથી જ શાહરૂખ ફરાર છે. સાથે જ તેનાં પરિવારનાં લોકો પણ ગાયબ છે. ગલીમાં કોઇ નથી જાણતું કે શાહરૂખનો સમગ્ર પરિવાર ક્યાં જતો રહ્યો ? જો કે પાડોશી લોકોનું કહેવું છે કે જવાન પર પિસ્ટલ લહેરાવનારો વ્યક્તિનું નામ શાહરુખ જ છે. અનુરામ મિશ્રા નથી. સીએએ વિરોધી પ્રદર્શનમાં શાહરુખે બંદુક શા માટે ઉઠાવી? ત્યાર બાદ લોકોએ ચુપકીદી સાધી લીધી. આરોપીઓનાં સારા વ્યવહારનો દાવો કરનારા તેનાં મિત્રો બંદુક લહેરાવવાનાં સવાલ અંગે ચુપ થઇ ગયા હતા. 

જિમમાં કામ કરે છે શાહરુખ
પાડોશીઓનાં જણાવ્યા અનુસાર શાહરુખનાં ઘરમાં માં, ભાઇ અને દિવ્યાંગ પિતા છે. શાહરુખ નજીકમાં આવેલી એક જિમમાં કામ કરે છે અને તેનો ભાઇ ટિશર્ટ અને મોજા વેચવાનું કામ કરે છે. જ્યારે પિતા હાલ કાંઇ પણ કામ નથી કરતા. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર શાહરુખનાં પિતા એક શીખ હતા. જો કે તેઓ મુસ્લિમ મહિલા સાથે લગ્ન કર્યા બાદ ધર્મ પરિવર્તન કરીને મુસલમાન બની ગયા. શાહરુખનાં પિતાનું નામ શાહવર પઠાણ છે, જે ડ્રગ્સનાં વ્યાપાર સાથે જોડાયેલા છે. બે વખત તે જેલમાં પણ જઇ ચુક્યો છે. હાલ સમગ્ર પરિવાર ભાગી છૂટ્યું છે. અરવિંદ નગરનાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારની ગલીમાં શાહરુખનું ઘર છે. ત્યાં કેટલાક હિંદુઓ પણ રહે છે. હાલ તમામ હિંદુ મુસલમાન તમામ લોકો ડરેલા અને ગભરાયેલા છે. મીડિયાની હાજરી અને પોલીસની હાજરી હોવા છતા પણ તેમનો ડર સ્પષ્ટ પણે જોઇ શકાય છે. તેમને ડર છે કે પોલીસ તેમને પરેશાન ન કરે. જેથી તેઓ ચુપ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news