નવી દિલ્હીઃ વેક્સિન નિર્માણની દિશામાં ગુરૂવારે એક સકારાત્મક સમાચાર આવ્યા છે. જો બધુ બરાબર રહ્યું તો ભારત બાયોટેક (bharat biotech) સિવાય બીજી કંપનીઓ પણ સ્વદેશી વેક્સિન 'કોવેક્સીન'નું (covaxin) નું ઉત્પાદન કરવા લાગશે. જો આમ થાય તો ભારતની ક્ષમતામાં વધારો થશે અને વેક્સિનની કમીની ફરિયાદ દૂર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં નીતિ આયોગના સભ્ય વીકે પોલે જણાવ્યુ કે, બીજી કંપનીઓ દ્વારા કોવેક્સીન બનાવવાની વાતનું ભારત બાયોટેકે સ્વાગત કર્યુ છે. ભારત બાયોટેક કોવેક્સિનની નિર્માતા કંપની છે. ઉલ્લેખનીય છે કે કોવેક્સિન સ્વદેશી વેક્સિન છે અને દેશમાં ઝડપથી ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં તે મહત્વની ભૂમિકામાં છે. 


હવે કોવિશીલ્ડના બન્ને ડોઝ વચ્ચે રહેશે 12-16 સપ્તાહનું અંતર, કેન્દ્રએ સ્વીકારી ભલામણ  


વીકે પોલના આ નિવેદનનું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વાગત કર્યુ છે. કેજરીવાલે કહ્યુ- આ સરકારનું ખુબ સ્વાગત યોગ્ય પગલુ છે. તે ઉત્પાદનમાં તેજી લાવશે. હું કેન્દ્ર સરકારને તે પણ આગ્રહ કરું છું કે તે વિદેશથી સીધી વેક્સિન મંગાવવાની જગ્યાએ દરેક રાજ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં એક બીજા વિરુદ્ધ બોલી લગાવે.


તો દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ- અમને તે વાતની ખુશી છે કે કેન્દ્ર સરકારે બીજી કંપનીઓને કોવેક્સીન બનાવવા પર રાજી થઈ છે. અમને આશા છે કે વેક્સિનને વન નેશનના રૂપમાં આયાત કરવાના અમારા બીજા સૂચન પર પણ ગંભીરતાથી વિચાર કરવામાં આવશે. 
 


કોરોના સામે જંગમાં ત્રીજુ હથિયાર, આગામી સપ્તાહે માર્કેટમાં મળશે સ્પૂતનિકની Vaccine


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube