Corona Vaccination: હવે કોવિશીલ્ડના બન્ને ડોઝ વચ્ચે રહેશે 12-16 સપ્તાહનું અંતર, કેન્દ્રએ સ્વીકારી ભલામણ

ભારતમાં હાલ બે વેક્સિન કોવૈક્સીન અને કોવિશીલ્ડની મદદથી રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ સરકારે રશિયાની વેક્સિન સ્પૂતનિક-વી રસીને પણ ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.

Corona Vaccination: હવે કોવિશીલ્ડના બન્ને ડોઝ વચ્ચે રહેશે 12-16 સપ્તાહનું અંતર, કેન્દ્રએ સ્વીકારી ભલામણ

નવી દિલ્હીઃ કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચે અંતર વધારીને 12થી 16 સપ્તાહ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાહેરાત કરી છે. મહત્વનું છે કે ગુરૂવારે સરકારી સમૂહ એનજીએજીઆઈએ કેન્દ્ર સરકારને કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચે અંતર વધારવા માટે ભલામણ કરવામાં આવી હતી. સરકારે તેનો સ્વીકાર કરી લીધો છે. અત્યાર સુધી કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે 6થી 8 સપ્તાહનું અંતર રાખવામાં આવતું હતું. 

હાલના પૂરાવા, ખાસ કરીને બ્રિટનથી મળેલા પૂરાવાના આધાર પર કોવિડ-19 વર્કિંગ ગ્રુપે કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચે અંતર વધારીને 12થી 16 સપ્તાહ કરવાની ભલામણ કરી હતી. 

Decision has been taken based on recommendations given by COVID working group after analysing emerging evidence.@PMOIndia @MoHFW_INDIA #Unite2FightCorona pic.twitter.com/kRbbjxGKSJ

— Dr Harsh Vardhan (@drharshvardhan) May 13, 2021

મહત્વનું છે કે ભારતમાં હાલ બે વેક્સિન કોવૈક્સીન અને કોવિશીલ્ડની મદદથી રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ સરકારે રશિયાની વેક્સિન સ્પૂતનિક-વી રસીને પણ ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. આ રસી આવતા સપ્તાહથી બજારમાં મળવા લાગશે. 

દેશમાં અત્યાર સુધી 18 કરોડ વેક્સિનના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધી આશરે 18 કરોડ કોરોના વેક્સિન આપવામાં આવી ચુકી છે. અમેરિકામાં સૌથી વધુ 26 કરોડ ડોઝ લાગ્યા છે. ભારત કોરોના રસીના મામલામાં ત્રીજા સ્થાને છે. પોલે કહ્યુ કે, અમને ખુશી છે કે દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના એક તૃતિયાંશ લોકોને કોરોનાનું સુરક્ષા કવચ આપી દેવામાં આવ્યું છે. 45 કે તેનાથી વધુ ઉંમરના 88 ટકા લોકોના કોરોનાને કારમો મોત થયા છે. તેવામાં આ ઉંમર વર્ગના લોકોનું રસીકરણ જરૂરી હતું અને તેના પર પહેલા ફોકસ કરવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news