સીમાઓ પર તૈયાર ભારતીય સેના, પડોશીઓના હિતોનું રક્ષણ કરવા માટે સક્ષમ: CDS બિપિન રાવત
ભારતના ચીફ ઓફ ડિફેન્સ (Chief of Defence Staff) સ્ટાફ જનરલ બિપિન રાવત (General Bipin Rawat)એ કહ્યું છે કે, ભારતીય સેના અને સુરક્ષા દળ ના માત્ર સીમાઓ પર સંપૂર્ણ રીતે તૈયાર છે, પરંતુ દેશની જરૂરીયાતો મુજબ તેઓ પાડોશી દેશોમાં પણ સ્થિરતા તરફ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
નવી દિલ્હી: ભારતના ચીફ ઓફ ડિફેન્સ (Chief of Defence Staff) સ્ટાફ જનરલ બિપિન રાવત (General Bipin Rawat)એ કહ્યું છે કે, ભારતીય સેના અને સુરક્ષા દળ ના માત્ર સીમાઓ પર સંપૂર્ણ રીતે તૈયાર છે, પરંતુ દેશની જરૂરીયાતો મુજબ તેઓ પાડોશી દેશોમાં પણ સ્થિરતા તરફ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
આ પણ વાંચો:- કોંગ્રેસમાં પાછો ફૂટ્યો 'લેટર બોમ્બ', દિગ્ગજ નેતાઓએ સોનિયા ગાંધીને 'ચેતવણી'ના સૂરમાં કહી આ વાત
ઇમેજિંગ ડિફેન્સ એક્સપોર્ટ્સ વિષય પર સેમિનાર
જનરલ બિપિન રાવતે કહ્યું કે, સુરક્ષાની જરૂરીયાત સતત વધી રહી છે. તેમ છતાં ભારત ના માત્ર આંતરરાષ્ટ્રીય સીમાઓ, એલએસી, એલઓસી પર પરંતુ વ્યૂહાત્મક રીતે જટિલ પડોશીઓની પણ ભારત રક્ષા કરી રહ્યું છે. જનરલ બિપિન રાવત ઇમેજિંગ ફિડેન્સ એક્સપોર્ટ્સ પર બોલી રહ્યાં હતા. તેમણે કહ્યું કે ભારત ના માત્ર અમેરિકાની સાથે તેના સંબંધોને વધારી રહ્યું છે, તો રશિયાની સાથે પારંપરિક સંબંધોમાં પણ તાજગી લાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, રશિયા અને અમેરિકા બંને સાથે મજબૂત અને પરિપક્વ સંબંધ રાખે છે.
આ પણ વાંચો:- રશિયાથી અચાનક જ આ દેશના પ્રવાસે પહોંચી ગયા રક્ષામંત્રી રાજનાથ સિંહ, ચીનના હોશ ઉડ્યા
દેશની રક્ષામાં સક્ષમ છે સેના: જનરલ બિપિન રાવત
સીડીએસ રાવતે કહ્યું કે ભારતીય સુરક્ષા દળનુ માળખુ એવુ છે કે તે જરૂરિયાત મુજબ પોતાનામાં ઝડપી ફેરફાર કરવામાં સક્ષમ છે અને તેઓ કમાન્ડ સ્તર પર પરસ્પર સહયોગ વધારી દેશની સુરક્ષા કરી રહી છે.
આ પણ વાંચો:- કોરોનાકાળમાં મોદી સરકારના આ મંત્રાલયે તોડ્યો રેકોર્ડ, કર્યું આ મોટું કામ
મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહિત કરી રહી છે સરકાર
ભારતના રક્ષા ક્ષેત્રની જરૂરીયાત સતત વધી રહી છે. એવામાં ભારત સરકાર અને સુરક્ષા દળ બંને જ મેક ઇન ઇન્ડિયાને પ્રાથમિકતા આપી રહી છે. અમે આ વાત માટે સંપૂર્ણ રીતે સમર્પિત છીએ, કે ભારતની લડાઇ ભારત પોતાના હથિયારોથી જીતે.
આ પણ વાંચો:- J&K: પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ગોળીબારીમાં એક જવાન શહીદ અને 2 ઘાયલ
એલએસી પર તણાવ જારી
તમને જણાવી દઇએ કે, ભારત-ચીન વચ્ચે લદાખમાં તણાવ જારી છે. બંને દેશોની સેનાઓનો જમાવડો એલએસી પર છે. ભૂતકાળમાં, ચીની સૈનિકોએ ઘુસણખોરીના ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ ભારતીય સુરક્ષા દળોએ દર વખતે તેને નિષ્ફળ બનાવ્યો છે અને એલએસી પરના મહત્વના સ્થળ પર તેમની સ્થિતિ મજબૂત બનાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર