મહિમા સિંહ, મુંબઈ: શું બોયફ્રેન્ડ ખરેખર ડિપ્રેસ યુવતીઓની સારવાર કરી શકે? તે પણ ભાડાના બોયફ્રેન્ડ....જી હા. તમે કદાચ આ વાત પર વિશ્વાસ ન કરો પરંતુ એક એવી એપ આવી છે કે જે ડિપ્રેશનનો ભોગ બનેલી યુવતીઓ માટે ભાડે બોયફ્રેન્ડ ઉપલબ્ધ કરાવે છે. તેનો દાવો છે કે તેનાથી હાર્ટબ્રેક થયેલી યુવતીઓને ઈમોશનલ સપોર્ટ મળે છે અને તે ડિપ્રેશનમાંથી બહાર આવે છે. પરંતુ આ એપના દાવાને મનોચિકિત્સકો ફગાવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે જે કામ માટે કલાકોના કાઉન્સેલિંગની જરૂર હોય છે, ટ્રેન્ડ એક્સપર્ટની જરૂર હોય છે અને જ પ્રકારની દવાઓ અને અન્ય મેડિકલ હેલ્પ દ્વારા ડિપ્રેશનમાંથી બહાર લાવવાની કોશિશ કરવામાં આવે છે. તે કામ અડધા કલાકની અંદર કોઈ બોયફ્રેન્ડ કેવી રીતે કરી શકે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ આ અંગે કોઈ પરિણામ પર પહોંચતા પહેલા તમને જણાવી દઈએ કે આ એક છે શું અને તેણે એવા તે શું દાવા કર્યા છે. હકીકતમાં આ એક એવી એપ છે જેના દ્વારા રેન્ટ પર બોયફ્રેન્ડ મેળવી શકાય છે. જે રીતે તમે ખાવાનું, કપડાં, જૂના વગેરે મંગાવો છો તે રીતે. આજના આ હરિફાઈના જમાનામાં દરેક જણ જીવનમાં ક્યારેક ને ક્યારેક તો લો ફીલ કરે જ છે. જ્યારે આ અહેસાસ લાંબા સમય સુધી તમારો પીછો ન છોડે તો ડિપ્રેશન આવી શકે છે. આવામાં જીવન ખુબ નિરાશાજનક અને ખાલી ખાલી લાગે છે. એવામાં ન મિત્રો ગમે કે ન કોઈ કામમાં મન લાગે. આવા લોકો માટે મુંબઈમાં હાલમાં જ એક એપ લોન્ચ કરવામાં આવી. આ એપનું નામ છે RABF. આ એક ખુબ વાઈરલ પણ થઈ ગઈ છે. આ એપના ફાઉન્ડર 29 વર્ષના કૌશલ પ્રકાશ છે જે પોતે ડિપ્રેશનના ભોગ બન્યા હતાં. તેમનું કહેવું છે કે આ એક હ્યુમન ઈમોશન્સને જોડીને લોકો સામે રજુ કરી છે. એપ લોકોની ભાવનાઓને શેર કરવામાં અને એકલતા કે ડિપ્રેશનને દૂર કરવામાં મદદ કરશે. આજકાલ લોકો પોતાની મુશ્કેલીઓ તથા મુસીબતો કોઈની સાથે શેર કરી શકતા નથી. મનમાં ઘૂંટાઈ રહે છે. એવામાં આ એપ લોકોનો સહારો બનશે.


તેમનું કહેવું છે કે આ એપમાં લોકો એક ટોલફ્રી નંબર પર કોલ કરીને મિત્ર બનાવી શકે છે. પોતાના સુખ દુ:ખની વાત કરી શકે છે. આ એપ દ્વારા સિક્સ પેક એબ્સવાળો જીવનસાથી નહીં પરંતુ ઈમોશનલ સપોર્ટ કરનારો પાર્ટનર મળશે. તેના દ્વારા લોકોને કોઈ પ્રાઈવેટ ડેટ કે સેક્સ્યુઅલ રિલેશનશીપ જેવી ડેટ નહીં મળી પરંતુ ફક્ત તણાવ દુર કરવા માટેની આ એક એપ છે જેના દ્વારા તમે ભાવનાઓને કોઈની સાથે શેર કરી શકો છો. 


ભાડા પર લેવાનો અર્થ એ છે કે તમે તેની સાથે ફોન પર વાત કરી શકશો કે પછી ચેટ કરી શકશો. આ એપનો હેતુ છોકરી કે છોકરાને એક એવા પાર્ટનર સાથે મેળવવાનો છે જે તેની વાતો સમજીને તેને ડિપ્રેશનમાંથી બહાર કાઢી શકે. આ એપ દ્વારા 3 પ્રકારના બોયફ્રેન્ડ ભાડે લઈ શકાશે. જેમ કે સેલિબ્રિટી 3000 રૂપિયા, મોડલ 2000 અને કોઈ સામાન્ય છોકરો 300-400 રૂપિયા પ્રતિ કલાકના ભાડે મળી શકે છે.  


આ દાવાઓમાં કેટલી સચ્ચાઈ છે, તેનો કેટલો મિસયૂઝ થશે એ તો પછી માલૂમ પડશે પંરતુ મનોચિકિત્સકની નજરમાં આ એપનું કોઈ મહત્વ નથી. તેમનું કહેવું છે કે ડિપ્રેશન એક મેડિકલ રોગ છે. ડિપ્રેશનમાં બ્રેઈનની અંદર જે ન્યૂરોન્સ અને ન્યૂરો કેમિકલ્સ હોય છે તે ઓછા થઈ જાય છે. આ દરમિયાન સાઈકોથેરેપી, દવાઓ અને દર્દીની બીજી અનેક વસ્તુઓ અપાય છે. ડિપ્રેશનમાં કોઈ નજીકની વ્યક્તિની જરૂર હોય છે. પરંતુ તે ફક્ત ડિપ્રેશનની સારવાર નથી. ડિપ્રેશનની સારવાર શરૂ કર્યા બાદ વ્યક્તિને 1 અઠવાડિયાની અંદર ફેરફાર જોવા મળે છે અને દોઢ મહિનાની અંદર સંપૂર્ણ રિકવરી થાય છે. જે ટ્રિટમેન્ટ છે તે લગભગ 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધી જરૂરી ચાલે છે. આ કામ કોઈ એપ દ્વારા થઈ શકે નહીં. 


એપમાં કહેવાયુ છે કે કોઈ શર્ટલેસ વ્યક્તિ તેમને થેરેપી આપશે જેનાથી લોકો ડિપ્રેશનની બહાર આવશે. એક્સપર્ટનું કહેવું છે કે આવી કઈ થેરેપી છે જે શર્ટ વગર અપાય છે અને દર્દી સાજો થાય છે. આવું કઈ સાયન્સમાં તો ક્યાંય લખ્યું નથી. આ એપ લોન્ચ કરનારા લોકો ન તો ક્વોલિફાઈડ કે સર્ટિફાઈડ થેરેપિસ્ટ છે કે આ વિષય પર નથી વધુ જાણકારી ધરાવતા. આવામાં એપની ઉપયોગિતા અને નિયત બંને પર સવાલ ઊભા થાય છે.