નવી દિલ્હીઃ આર્મી હેડક્વાર્ટરમાં ફેરફારના એક મહત્વના બિંદુને સરકારને મંજૂરી આપી દીધી છે. આર્મીમાં વધુ એક ડેપ્યુટી ચીફનું પદ બનશે. આ માટે ગવર્મેન્ટ સેક્શન લેટર જારી કરી દેવામાં આવ્યો છે. આર્મી હેડક્વાર્ટરમાં હાલ બે ડેપ્યુટી ચીફના પદ છે પરંતુ વધુ એક ડેપ્યુટી ચીફની જરૂર ડોકલામ વિવાદ બાદ અનુભવાય હતી. સૂત્રો પ્રમાણે લેફ્ટિનેન્ટ જનરલ પરમજીત સિંહ દેશના પ્રથમ ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ હશે. કેન્દ્ર સરકારે ગુરૂવારે ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફનો પદ બનાવવાનો પત્ર જારી કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં 2017મા ડોકલામમાં 72 દિવસ સુધી ભારત અને ચીનના સૈનિક આમને-સામને હતા. એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, તેનું જ્યારે રિવ્યૂ કરવામાં આવ્યું તો એક નવી સિસ્ટમ બનાવવાની જરૂર લાગી. હાલ સિસ્ટમમાં આર્મીના માળખામાં એક વિભાગ ઈન્ટેલિજન્સની જવાબદારી જુઓ છે, બીજો લોજિસ્ટિક તો એક અલગ વિભાગ ઓપરેશન્સનો. આર્મીના વાઇસ ચીફની અન્ડર આ બધા કામ કરે છે. 


ડોકલામ વિવાદ બાદ અનુભવાય જરૂરીયાત
જ્યારે ડોકલામ વિવાદ થયો તો એક અડોક (અસ્થાયી) કમિટી બની જેમાં આ બધા અલગ અલગ વિભાગોના પ્રમુખોની સાથે આવીને રણનીતિ બનાવી. આ દરમિયાન અનુભવાયું કે એક એવું કાયમી સ્ટ્રક્ચર હોવું જોઈએ જેમાં ઓપરેશન્સ, ઈન્ટેલિજન્સ, પર્સપેક્ટિવ પ્લાનિંગ બધુ એક હેડની અંદર આવે જેથી ઇમરજન્સીમાં કોઈ અસ્થાયી વ્યવસ્થા ન કરવી પડે અને નિર્ણય લેવામાં તેજી આવે. 


ચીનની ચિંતામાં થશે વધારો, બ્રહ્મપુત્ર નદી પર સૌથી લાંબો પુલ બનાવશે ભારત

લેફ્ટિનેન્ટ જનરલ પરમજીત સિંહના નામની ચર્ચા
મહત્વનું છે કે લેફ્ટિનેન્ટ જનરલ પરમજીત સિંહ 2016મા ઉરી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઇકના પ્લાનિંગમાં પણ સામેલ રહી ચુક્યા છે. તેમને કાઉન્ટર ટેરર ઓપરેશનનો લાંબો અનુભવ છે. લેફ્ટિનેન્ટ જનરલને સિયાચિન ગ્લેશિયરમાં ઉંચાઈ વાળા યુદ્ધમાં પણ લાંબો અનુભવ છે. તેમણે પોતાના કરિયરનો મોટાભાગનો સમય જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી વિરોધી અભિયાનોનું સંચાલન કરવામાં પસાર કર્યો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube