દિવાળીના દિવસે કરી લો આ ફૂલનો ચમત્કારી ઉપાય, ચૂંબકની માફક ખેંચી લાવશે પૈસા
Money Vastu Tips: તમે સારી નોકરીની શોધમાં છો તો દિવાળીના દિવસે ભગવાન ગણપતિને સફેદ અપરાજિતાના ફૂલ ચઢાવો અને પછી પોતાની પાસે સંભાળીને રાખી લો.
Aprajita Flower Upay: દીપાળીના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશને ખુશ કરવા માટે ઘણા ઉપાય કરવામાં આવે છે. જ્યોતિષમાં એવી માન્યતાઓ છે કે દિવાળીના દિવસે કરવામાં આવેલા સરળ ઉપાય પણ જોરદાર ફાયદો આપે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ ઉપાયોમાંથી એક અપરાજિતાના ફૂલ (Aprajita Flower) નો ટોટકો છે, જેને દિવાળીના દિવસે કરવાથી ઘરમાં ક્યારેય પૈસા ખૂટતા નથી.
અપરાજિતાનું ફૂલ ચઢાવવાથી માતા લક્ષ્મી વરસાવે છે કૃપા
દિવાળીના દિવસે માતા લક્ષ્મીને અપરાજિતાનું ફૂલ (Aprajita Flower) ચઢાવવાથી વિશેષ કૃપા મળે છે. માન્યતાઓ અનુસાર અપરાજિતાનો છોડ માતા લક્ષ્મીનો સૌથી પ્રિય છોડમાંથી એક છે અને તેનું ફૂલ માતાને વિશેષ રૂપથી પ્રિય છે.
જીવનમાંથી સમસ્યાઓ ખતમ થવાનું નામ નથી લઇ રહી, તો આ ઉપાયોથી મળશે ભાગ્યનો સાથ
ધન લાભ માટે કરો અપરાજિતાના ફૂલનો આ ઉપાય
દિવાળીના દિવસે પૂજા કરતી વખતે માતા લક્ષ્મીને અપરાજિતાના ત્રણ ફૂલ ચઢાવો અને બીજા દિવસે આ ફૂલોને પોતાના ઘરની તિજોરીમાં એક લાલ કપડાંમાં બાંધીને મુકી રાખો. આ ઉપાય કરવાથી પૈસાની તંગી દૂર થાય છે અને વ્યર્થના કામોમાં પૈસા ખર્ચ થતા નથી. અપરાજિતાના ફૂલોને એક વર્ષ સુધી તિજોરીમાં રાખો અને બીજા દિવસે દિવાળી પર ફરીથે બદલો આ ઉપાય કર્યા બાદ તેને બદલી દો. તિજોરી ઉપરાંત પર્સમાં પણ આ ફૂલોને લાલ કાગળમાં વીંટીને રાકવાથી ધન લાભ થાય છે અને પર્સ ક્યારેય ખાલી થતું નથી.
વધારાનો ખર્ચ રોકવા માટે કરો આ ઉપાય
ઘણા લોકો આ વાતથી પરેશાન રહે છે કે સારી કમાણી બાદ પણ તેમની પાસે પૈસા ટકતા નથી અને ક્યાંક ને ક્યાંક ખર્ચ થઇ જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે દિવાળીના દિવસે અપરાજિતાના 5 ફૂલ લો અને માતા લક્ષ્મીને ચઢાવો. બીજા દિવસે ફૂલોને કોઇ નદીમાં પ્રવાહિત કરી દો. આ ઉપાય કરીને આર્થિક સમસ્યાઓમાંથી છુટકારો મળશે અને ક્યારેય પણ પૈસા ખર્ચ નહી થાય.
અપરાજિતાના આ ઉપાયથી મળશે સારી નોકરી
તમે સારી નોકરીની શોધમાં છો તો દિવાળીના દિવસે ભગવાન ગણપતિને સફેદ અપરાજિતાના ફૂલ ચઢાવો અને પછી પોતાની પાસે સંભાળીને રાખી લો. ત્યારબાદ જ્યારે પણ નોકરી માટે ઇન્ટરવ્યું આપવા માટે જાવ તો આ ફૂલને પોતાની સાથે જરૂર રાખો. આ ટોટકાને કરવાથી સારી નોકરી મળવાની સાથે જ જૂની નોકરીમાં પ્રમોશન મળવાના પણ યોગ બનશે.
(Disclaimer: આ જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 Kalak તેની પુષ્ટિ કરતું નથી)