જીવનમાંથી સમસ્યાઓ ખતમ થવાનું નામ નથી લઇ રહી, તો આ ઉપાયોથી મળશે ભાગ્યનો સાથ

Budh Dosh Remedies: બુધ દોષ હોવાથી વ્યક્તિના વેપાર અને નોકરી પર પણ પ્રભાવ પડે છે. વ્યક્તિને કોઈ નવા કાર્યની શરૂઆત કરવામાં પણ ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

જીવનમાંથી સમસ્યાઓ ખતમ થવાનું નામ નથી લઇ રહી, તો આ ઉપાયોથી મળશે ભાગ્યનો સાથ

Budh Dosh Remedies: બુધ ગ્રહને બુદ્ધિના દાતા, એકાગ્રતા અને સૌદર્યતાનો કારક ગ્રહ માનવામાં આવે છે. જો કોઇ જાતકની કુંડળીમાં બુધ ગ્રહ મજબૂત હોય છે, તો વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે. તો બીજી તરફ બુધના નબળો હોવાથી વ્યક્તિના પાર પડતા કામ બગડવા લાગે છે. જીવનમાં સમસ્યાનો પહાડ સર્જાય છે. ઘણીવાર જાતક આ સમસ્યાઓમાંથી એ રીતે ફસાઇ જાય છે, કે તેની બહાર નિકળવાનો કોઇ રસ્તો સમજાતો નથી. બુધ ગ્રહ નબળો થતાં વ્યક્તિને કયા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સાથે જ તેને ઉકેલવા માટે શું કરશો. 

નબળો બુધ ઉભી કરે છે આ સમસ્યાઓ
-કોઇ પણ જાતકની કુંડળીમાં બુધના દુર્બળ હોવાથી વ્યક્તિ દેવાદાર બની જાય છે. આ સાથે જ વ્યક્તિને પૈસાની તંગીનો પણ સામનો કરવો પડે છે. 
- બુધ વ્યક્તિના માન-સન્માનનો પણ કારક માનવામાં આવે છે. એવામાં બુધ નબળો પડતાં વ્યક્તિના માન-સન્માન અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે.
- વ્યક્તિને સ્કીન સાથે સંકળાયેલી સમસ્યા ઘેરતી રહે છે. 
- બુધ દોષ હોવાથી વ્યક્તિના વેપાર અને નોકરી પર પણ પ્રભાવ પડે છે. વ્યક્તિને કોઈ નવા કાર્યની શરૂઆત કરવામાં પણ ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
- વ્યક્તિ શ્રમ અથવા અફવાઓથી પીડિત રહે છે. લોકો તેમની વાતો પર ધ્યાન ન આપતાં તેમને નજરઅંદાજ કરે છે.

બુધને મજબૂત કરવાનો ઉપાય
- જો તમારી કુંડળીમાં પણ બુધ ગ્રહ નબળી સ્થિતિમાં છે, તો બુધવારે વ્રત અને ઉપવાસ કરો. ગંગાજળ સાથે તુલસીના પાન ગ્રહણ કરો. આ દિવસે કોઇપ્ણ જાતકને આખા મગ, તાંબાના વાસણ, લીલા અને વાદળી રંગના કપડાંનું દાન કરવાથી લાભ થાય છે. 
- રત્ન શાસ્ત્રના અનુસાર આંગળીમાં પન્ના રત્ન ધારણ કરવાથી પણ નબળા બુધથી નિજાત મેળવી શકાય છે.
- બુધવારના દિવસે ॐ ब्रां ब्रीं ब्रौं सः बुधाय नमः या ॐ बुं बुधाय नमः અથવા પછી ॐ ऐं श्रीं श्रीं बुधाय नमः નો જાપ કરવો લાભદાયી રહે છે. 

(Disclaimer:  આ જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 Kalak તેની પુષ્ટિ કરતું નથી) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news