શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર  (Jammu-Kashmir) શાંતિ સ્થાપવા માટે આતંકીઓના સફાયો કરવાનું અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. ભારતીય સેના (Indian Army),  સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસ (J&K Police) આતંકી સંગઠનોને નેસ્તનાબુદ કરવામાં લાગી છે. આ સિલસિલામાં પ્રદેશમાં છેલ્લા 72 કલાકમાં ચાર અલગ-અલગ એનકાઉન્ટર દરમિયાન અત્યાર સુધી 12 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલની અથડામણોમાં માર્યા ગયેલા આતંકીઓના હિસાબની વાત કરીએ તો ત્રાલ (Tral) અને શોપિયાં  (Shopian) માં 7 આતંકીના મોત થયા છે. હરીપોરામાં આતંકી સંગઠન અલ બદ્ર (Al Badr) ના ત્રણ આતંકીઓને તેના અંજામ સુધી પહોંચાડી દીધા છે. તો બિજબેહરામાં લશ્કર એ તૈયબા માટે કામ કરી રહેલા આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. 


આ પણ વાંચોઃ કૂચ બિહારની ઘટના પર અમિત શાહનું મહત્વનું નિવેદન, મમતા બેનર્જી પર લગાવ્યો ગંભીર આરોપ


બીજબેહરામાં એનકાઉન્ટર પૂરુ
જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજી દિલબાગ સિંહે જણાવ્યુ કે, બીજબેહરામાં ચાલી રહેલી અથડામણ સમાપ્ત થઈ ગઈ છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બિજબેહરા વિસ્તારના સેમથાનમાં અથડામણમાં લશ્કર એ તૈયબાના બે આતંકીઓ માર્યા ગયા છે. કુલ મલીને ભારતીય સેના અને સુરક્ષા દળોએ 12 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. 


પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓ બિજબેહરા વિસ્તારના ગોરીવનમાં હવલદાર મોહમ્મદ સલીમ અખૂનની તેના ઘરની બહાર હત્યા કરવાની ઘટનામાં સામેલ હતા. કાશ્મીર પોલીસના ઇન્સપેક્ટર જનરલ વિજય કુમારે કહ્યુ, બિજબેહરા અથડામણમાં સેનાના જવાનની હત્યા માટે જવાબદાર આતંકવાદી બે દિવસમાં ઠાર થયા છે. 


નવા આતંકવાદીઓના સરેન્ડર પર ફોકસઃ IGP 
કાશ્મીરના આઈજીપીએ કહ્યુ કે, પોલીસ અને સુરક્ષાદળોએ હાલમાં આતંકી સંગઠનમાં ભરતી થયેલા યુવાઓના સરેન્ડર પર ભાર આપી રહ્યું છે. આતંકી માર્ગ પર ગયેલા આ યુવાનોના પરિવારજનો પણ પોતાના બાળકોને સરેન્ડરની અપીલ કરી રહ્યાં છે. પરંતુ જૂના આતંકી તેને રોકી રહ્યાં છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube