નવી દિલ્હી: સેના પ્રમુખ (Army Chief) જનરલ બિપિન રાવતે (Bipin Rawat) મોટું નિવેદન આપ્યું છે. આર્મી ચીફે કહ્યું કે બાલાકોટમાં આતંકીઓ ફરીથી સક્રિય થઈ ગયા છે. અત્રે જણાવવાનું કે પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ 40 જેટલા સીઆરપીએફના જવાનોની શહાદતનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકવાદી શિબિરો પર એર સ્ટ્રાઈક કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેના પ્રમુખે કહ્યું કે તમે એવું કેમ વિચારો છો કે ફરીથી એવી જ કાર્યવાહી (Air Strike) થશે. સરહદપારના લોકોને પણ એ વિચારવા દો કે આપણે શું કરવા જઈ રહ્યાં છીએ. તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓની ઘૂસણખોરી માટે યુદ્ધવિરામનો ભંગ કર્યા કરે છે. અમે સંઘર્ષવિરામના ભંગને કેવી રીતે પહોંચી વળવું તે જાણીએ છીએ. અમારા સૈનિકોને ખબર છે કે કઈ રીતે કાર્યવાહી કરવાની છે. અમે સતર્ક છીએ અને એ સુનિશ્ચિત કરીશું કે ઘૂસણખોરીને નિષ્ફળ કરાય. સેના પ્રમુખે કહ્યું કે ઓછામાં ઓછા 500 આતંકીઓ ઘૂસણખોરીની ફિરાકમાં છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...