નવી દિલ્હી: દેશમાં  નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) અંગે વિરોધ પ્રદર્શનોને લઈને અત્યાર સુધી રાજકીય સ્તરે હોબાળો મચી રહ્યો હતો. હવે આર્મી ચીફ (Indian Army Chief)  જનરલ બિપિન રાવતે પણ પોતાનો મત રજુ કર્યો છે. તેમણે યુનિવર્સિટીઓમાં થઈ રહેલા પ્રદર્શનો પર સવાલ ઉઠાવ્યાં છે. દિલ્હી (Delhi) માં એક કાર્યક્રમમાં તેમણે મુશ્કિલ પરિસ્થિતિઓમાં ડટી રહેલા સેનાના જવાનોને ખુબ બિરદાવ્યાં. તેમણે કહ્યું કે લોકો દિલ્હીની ઠંડીમાં પોતાને બચાવવા માટે માથાપચ્ચી કરી રહ્યાં છે ત્યારે સિયાચિનમાં મારા જવાનો -10થી -45 ડિગ્રીવાળા વાતાવરણમાં સરહદની રક્ષા કરી રહ્યાં છે. તેમણે પ્રદર્શનો પર કહ્યું કે જે લોકોને ખોટી દિશા બતાવે છે તે નેતાઓ નથી. જેવા આપણે યુનિવર્સિટીઓમાં જોઈએ છીએ. વિદ્યાર્થીઓ શહેરો અને પરગણાઓમાં આગચંપી અને હિંસા ભડકાવનારી ભીડનું નેતૃત્વ કરી રહ્યાં છે. આ નેતૃત્વ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CAA: UPમાં જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડનારાઓનું આવી બન્યું, વસૂલાત માટે નોટિસ ફટકારાઈ


એનઆરસી (NRC) અને સીએએ (CAA) ને લઈને ચાલી રહેલા વિરોધ અને દેશની અનેક યુનિવર્સિટીઓમાં થઈ રહેલા પ્રદર્શનો ઉપર આર્મી ચીફે આકરી પ્રતિક્રિયા આપી. તેમણે કોઈ પણ યુનિવર્સિટીનું નામ લીધા વગર કહ્યું કે નેતૃત્વ ક્ષમતા એ નથી જે લોકોને ખોટી દિશામાં લઈ જાય છે. આજે આપણે બધા મોટી સંખ્યામાં યુનિવર્સિટી અને કોલેજોમાં વિદ્યાર્થીઓના નેતૃત્વમાં અનેક શહેરોમાં ભીડ અને લોકોને  હિંસક પ્રદર્શન કરતા જોઈએ છીએ. આ નેતૃત્વ ક્ષમતા નથી. 


જુઓ LIVE TV


Citizenship Amendment Act: લખનઉમાં વિરોધની આડમાં થયેલી હિંસાનું નીકળ્યું ચોંકાવનારું કાશ્મીર કનેક્શન!


આર્મી ચીફે નેતૃત્વ પર બોલતા કહ્યું કે આ કોઈ સરળ કામ નથી પરંતુ મુશ્કિલ કામ છે. સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે લીડરશીપ એક મુશ્કિલ કામ છે. કારણ કે જ્યારે તમે આગળ વધો છો ત્યારે મોટી સંખ્યામાં લોકો તમને ફોલો કરે છે. જે જોવામાં સામાન્ય લાગે છે પરંતુ તે ખુબ જ મુશ્કિલ કામ છે. કારણ કે તમારી પાછળ એક મોટી ભીડ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....