નવી દિલ્હી: પ્રતિભાશાળી યુવાઓને આર્મી તરફ આકર્ષિત કરવા માટે ભારતીય સેના એક નવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. તેમાં યુવાનોને માત્ર ત્રણ વર્ષ માટે જ સેનામાં કામ કરવાનું રહેશે અને ત્યારબાદ તેઓ તેમના પસંદગીના અન્ય કરિયરમાં જઈ શકે છે. અથ્યારે હાલ કોઈ અધિકારીને ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સેનામાં કાર્ય કરવાનું હયો છે. તેને ટૂર ટૂ ડ્યૂટી નામ આપવામાં આવ્યું છે. તેના પર સેનાના ટોચના અધિકારી વિસ્તારથી ચર્ચા કરી ચુક્યા છે. સંભાવના છે કે, થોડાક મહિનાઓમાં તેને અંતિમ રૂપ આપવામાં આવશે. એટલે કે યુવાઓને સેનામાં અનુભવ કર્યા બાદ પોતાના પસંદગીના કરિયરમાં સારી તક સાથે વાપસી કરવાની તક મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે કરી મોટી કાર્યવાહી, 700 જમાતીયોના જપ્ત કર્યા પાસપોર્ટ


પસંદગી બાદ પૂર્ણ કરવી પડશે જરૂરી ટ્રેનિંગ
સેનાના સૂત્રોએ જણાવ્યું કે આ પ્રસ્તાવમાં તે યુવાઓને સેનામાં સામેલ કરવાની તૈયારી કરવામાં આવી છે જેમને સેના આકર્ષિત તો કરે છે પરંતુ તે લાંબા સયમ સુધી તેમાં રહેવા ઇચ્છતા નથી. પ્રસ્તાવ અનુસાર યુવાઓને તે તમામ પ્રક્રિયાઓથી પસાર થવું પડશે ત્યારબાદ સેનામાં અધિકારી બની શકે છે. પસંદગી થયા બાદ તેમણે જરૂરી ટ્રેનિંગ પૂર્ણ કરવી પડશે.


આ પણ વાંચો:- ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની કેન્ટીનમાં માત્ર સ્વદેશી વસ્તુનું વેચાણ


ત્યારબાદ તેમને કોમ્બેટ ઝોનમાં તૈનાત કરવામાં આવશે. તેમને આર્મર્ડ, આર્ટિલરી, ઇન્ફેન્ટ્રી જેવી કોમ્બેટ સર્વીસમાં પણ જવાની તક મળશે. ત્રણ વર્ષ બાદ સેના છોડવા પર તેમને પેન્શન તો નહીં મળે પરંતુ અન્ય બીજા લાભ મળશે જેમાં ભવિષ્યના કરિયર માટે પ્રશંસાપત્ર પણ સામેલ હશે. તેમાં પુરૂષ અને મહિલા બંનેને તક મળશે.


આ પણ વાંચો:- Coronavirus: સુપ્રીમ કોર્ટમાં નવા ડ્રેસ કોડ બહાર પાડવામાં આવશે, ઉનાળાની લાંબી રજાઓમાં કટ


સેનાના પ્રવક્તા કર્નલ અમન આનંદે કહ્યું કે, આ પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેનાથી સેનામાં સારા યુવાઓને આવવાની તક મળશે. સાથે જ સેનાની ઉપર આર્થિક ભાર પણ ઓછા થશે. સેનામાં લાંબા સમયથી ઓફિસરોની અછત છે કેમ કે, યુવા સેનામાં જવા ઈચ્છે છે પરંતુ ઘણા લાંબા સમય સુધી સેનામાં કામ કરવાથી દૂર ભાગે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube