સેનાએ પાકિસ્તાનની BAT દ્વારા LoC પર ઘુસણખોરીના પ્રયાસનો વીડિયો બહાર પાડ્યો
ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ભારતીય સેનાએ એક ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો, જેમાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ફોર્સના ચાર જવાનોને મારી નાખવાનો પણ દાવો કરાયો હતો. આ લોકો Loc પરથી ભારતીય સરહદમાં ઘુસણખોરીનો એક પ્રયાસ કરતા હતા.
નવી દિલ્હીઃ ભારતીય સેનાએ સોમવારે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT)ના નિયંત્રણ રેખા પર ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવાયો હતો. જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં BAT દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ કરાયો હતો. ભારતીય સેનાએ વળતો જવાબ આપીને BATના ચાર જવાનોને મારી નાખ્યા હતા, જેમના મૃતદેહ આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.
ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં BAT દ્વારા આ ઘુસણખોરીનો પ્રયાસ કરાયો હતો. સેનાએ એ સમયે જણાવ્યું પણ હતું કે, એલઓસીની નજીક BATના જવાનો અથવા આતંકવાદીઓનાં ચાર મૃતદેહ જોવા મળ્યા હતા.
ગુજરાત અને દક્ષિણ ભારતમાં સમુદ્ર માર્ગે હુમલો કરવાની ફિરાકમાં આતંકવાદીઓઃ સેના
સૂત્રોએ જણાવ્યું કે, પાકિસ્તાનની સેના આ પોસ્ટનો ઉપયોગ ભારતમાં સરહદે આવેલા ગામડાઓ પર હુમલો કરીને આતંકવાદીઓને ભારતમાં ઘુસણખોરી કરવા માટે કરતી હતી. ઈન્ટેલિજન્સ સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાની સેના અને આઈએસઆઈએ પીઓકેમાં ત્રણ નવા આતંકી કેમ્પ સ્થાપ્યા છે, જેનો હેતુ જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓની ઘુસણખોરી કરાવાનો છે.
ભારતીય સેનાએ પીઓકેમાં લગભગ 18 જેટલા આતંકી કેમ્પ અને લોન્ચ પેડ શોધી કાઢ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ શરણ લઈ રહ્યા છે અને પાક. સેના તથા આઈએસઆઈ આ આતંકવાદીઓને ભારતમાં ઘુસેડવા માટેનાં પ્રયાસ કરી રહ્યા છે.
જુઓ LIVE TV....