ગુજરાત અને દક્ષિણ ભારતમાં સમુદ્ર માર્ગે હુમલો કરવાની ફિરાકમાં આતંકવાદીઓઃ સેના

લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સૈનીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈન્ટેલિજન્સ એજન્સીઓને એવા ઇનપુટ મળ્યા છે કે, પાકિસ્તાનમાં કાર્યરત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના અને અન્ય સુરક્ષા દળોના કેમ્પ પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. કચ્છના સિરક્રિકમાંથી કેટલીક ત્યાગી દેવામાં આવેલી બોટ મળી આવતાં સેનાને એલર્ટ કરાઈ છે. 
 

ગુજરાત અને દક્ષિણ ભારતમાં સમુદ્ર માર્ગે હુમલો કરવાની ફિરાકમાં આતંકવાદીઓઃ સેના

નવી દિલ્હીઃ લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સૈનિઓ, સેનાની દક્ષિણ કમાન્ડના અધિકારીએ સોમવારે જણાવ્યું કે, ભારતી સેનાને એવા ઈનપુટ મળ્યા છે કે આતંકવાદીઓ ભારતના દક્ષિણ ભાગમાં ગમે ત્યારે હુમલો કરી શકે છે. લેફ્ટનન્ટ જનરલ સૈનીએ વધુમાં જણાવ્યું કે, સુરક્ષા દળોને ગુજરાતના કચ્છના સિરક્રિકમાંથી કેટલી ત્યાગી દેવામાં આવેલી બોટ મળી છે. જેના કારણે સેનાને હાઈએલર્ટ પર મુકવામાં આવી છે. 

લેફ્ટનન્ટ સૈનીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, "સિરક્રિકમાંથી કેટલીક ત્યજી દેવામાં આવેલી બોટ મળી આવતાં સેનાને એલર્ટ કરી દેવાઈ છે. અમે આતંકવાદીઓનાં કોઈ પણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે તમામ પ્રકારનાં સુરક્ષાત્મક પગલાં લઈ રહ્યાં છીએ."

— ANI (@ANI) September 9, 2019

લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સૈનીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈન્ટેલિજન્સ એજન્સીઓને એવા ઇનપુટ મળ્યા છે કે, પાકિસ્તાનમાં કાર્યરત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના અને અન્ય સુરક્ષા દળોના કેમ્પ પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, આતંકવાદીઓ સાંબા જિલ્લાના બારી બ્રાહ્મના કેમ્પ અને જમ્મુમાં આવેલા સુજવાન અને કાલુચક આર્મી કેમ્પ પર હુમલો કરવાની ફિરાકમાં છે. 

કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરાયો છે કે, આતંકવાદીઓ શોપિયાં વિસ્તારમાંથી ઘુસણખોરીની ફિરાકમાં છે. તેઓ ત્યાંથી જમ્મુમાં ઘુસીને વિસ્તારમાં આતંકી હુમલાનું આયોજન કરી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, ઝી ન્યૂઝે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે, લાઈન ઓફ કન્ટ્રોલ પરથી 50થી વધુ તાલીમપ્રાપ્ત આતંકવાદીઓ ઘુસણખોરીની ફિરાકમાં છે. ગુલમર્ગમાંથી પકડાયેલા બે પાકિસ્તાની આતંકવાદીઓએ આ માહિતી આપી હતી. 

હિન્દુઓ જેવી વેશભૂષા અને બોલચાલની તાલીમ
સૂત્રોનો દાવો છે કે, ગુપ્તચર એજન્સીઓ પાસે એ વાતની પણ માહિતી છે કે, પાકિસ્તાન નેવીના સ્પેશિયલ સર્વિસ ગ્રૂપના એક પૂર્વ કમાન્ડર કરાચી બંદરગાહ પાસે અજાણ્યા ઠેકાણા પર આતંકવાદીઓને ટ્રેનિંગ આપી રહ્યા છે. આ ટ્રેનિંગમાં શૂટિંગ ઉપરાંત લોન્ડ ડિસ્ટન્સ સ્વિમિંગ, અંડર-વોટ સબોટેજ, નેવિગેશન અને સેટેલાઈટ ઉપકરણોના સંચાલન જેવી તાલીમ છે. હિન્દુઓ જેવી વેશભુષા અને બોલચાલ પણ આ ટ્રેનિંગ મોડ્યુલનો એક ભાગ છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news