બિકાનેર/ રોનક વ્યાસ: જિલ્લામાં પ્રતિબંધિત સેટેલાઇટ ફોનના ઉપયોગની ગુપ્ત સૂચના મળ્યા બાદ તેની તપાસ કરવા જતાં જિલ્લા પોલિસ તપાસ ટીમનો સભ્ય સેનાની ગોળીનો શિકાર થઇ ગયો છે. પોલીસના આ જવાન પર સેનાના જવાનોએ પ્રતિબંધિક વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓ જોઇને ફાયરિંગ શરૂ કર્યું હતો. ઘટના શનિવાર રાત્રે બની હોવાનું જાણાવવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ‘દેશને લૂટનાર દરેક વ્યક્તિએ કાયદાનો સામનો કરવો પડશે’: PM મોદી


એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ અધિકારીને હાથમાં ગોળીના છરા વાગ્યા છે. જેની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં આ મામલે પોલીસના ટોચના અધિકારીઓ અને સેનાની તરફથી કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.


તમને જણાવી દઇએ કે, મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ એશિયાનું સૌથી મોટું ફાયરિંગ રેન્જ છે. જ્યાં દુનિયાની ઘણી સેના ભારતીય સેનાની સાથે સંયુક્ત યુદ્ધાભ્યાસ કરવા માટે આવે છે.


વધુમાં વાંચો: ‘મન કી બાત’: 29 જાન્યુઆરીએ વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે PM મોદી, મત આપવા કરી અપીલ


આમ તો, રાજસ્થાનના બિકાનેર જિલ્લાની પાકિસ્તાનની સાથે 125 કિલોમીટરની બોર્ડર લાગે છે. બોર્ડર પર સ્થિત આ જિલ્લાની સુરક્ષાના દ્રષ્ટિકોણથી ઘણો સંવેદનશીલ ગણવામાં આવે છે. આ પહેલા પણ સેટેલાઇટ ફોનના ઉપયોગની સૂચના મળી છે. ત્યારે ઘણા ISI એજન્ટ પણ ભારતીય ગુપ્ત એજન્સીઓની પકડમાં આવ્યા છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...