‘મન કી બાત’: 29 જાન્યુઆરીએ વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે PM મોદી, મત આપવા કરી અપીલ

કર્ણાટકમા ટુમકુર જિલ્લાના શ્રી સિદ્ધગંગા મઠના ડૉક્ટર શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજી આપણી વચ્ચે રહ્યા નથી. સ્વામીજીએ તેમનું સંપૂર્ણ જીવન સમાજ સેવામાં સમર્પિત કર્યું છે.

‘મન કી બાત’: 29 જાન્યુઆરીએ વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે PM મોદી, મત આપવા કરી અપીલ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (27 જાન્યુઆરી) દેશવાસીઓને તેમના રેડિયો કાર્યક્રમથી 2019ની પ્રથમ ‘મન કી બાત’ કરી રહ્યાં છે. મનની વાત કાર્યક્રમની આ 52મો એપિસોડ છે. પીએમ મોદીના કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીનો ઉલ્લેખ કર્યો તેમમે કહ્યું કે, ગત 21 તારીખે એક શોકના સમાચાર મળ્યા હતા. કર્ણાટકમા ટુમકુર જિલ્લાના શ્રી સિદ્ધગંગા મઠના ડૉક્ટર શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજી આપણી વચ્ચે રહ્યા નથી. સ્વામીજીએ તેમનું સંપૂર્ણ જીવન સમાજ સેવામાં સમર્પિત કર્યું છે.

‘પરીક્ષા પે ચર્ચા’ કરશે PM મોદી
પીએમ મોદીએ પરીક્ષાર્થીઓના સંબંધમાં પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે પરીક્ષાઓ નજીક આવી રહી છે. હું દરેક વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા અને શિક્ષકોને અભિનંદન પાઠવું છું. તમને આ જાણીને પ્રશંસા થશે કે હું બે દિવસ પછી 29 જાન્યુઆરીએ સવારે 11 વાગે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં દેશભરના વિદ્યાર્થીઓના સાથે વાતચીત કરવાનો છું. આ વખતે વિદ્યાર્થીઓ સાથે સાથે વાલીઓ અને શિક્ષક પણ આ કાર્યક્રમનો ભાગ બનશે.

‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો કર્યો ઉલ્લેખ’
પીએમ મોદીએ કહ્યું કે ભારતની આ મહાન ભૂમીને ઘણા મહાપુરૂષોએ જન્મ લીધો છે. એવા મહાપુરૂષોમાંતી એક હતા નેતાજી સુભાષ ચંદ્ર બોઝ. 23 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં એક અલગ અંદાજમાં તેમની જન્મ જંયતી ઉજવવામાં આવે છે. લાલ કિલ્લામાં નેતાજીના પરિવારના સભ્યોએ એક ખબુ જ ખાસ ટોપી મને ભેટમાં આપી હતી. ક્યારેક નેતાજી તે ટોપીને પહેરતા હતા. મેં સંગ્રહાલયમાં જ, તે ટોપી મુકાવી દીધી, જેનાથી ત્યાં આવતા લોકોને તે ટોપી જોવા અને તેનાથી દેશ ભક્તિની પ્રેરણા મળી રહે.

તેમણે કહ્યું કે 30 ડિસેમ્બરે હું આંદામાન અને નિકોબાર ટાપૂ પર ગયો હતો. એક કાર્યક્રમમાં તે સ્થળ ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જ્યાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝે 75 વર્ષ પહેલા ધ્વજ ફરકાવ્યો હતો. ઘણા વર્ષો સુધી માગ રહી કે નેતાજી સાથે જોડાયેલી ફાઇલોને સાર્વજનિક કરવામાં આવે અને મને આ વાતની ખુશી છે કે, આ કામ વર્તમાન સરકાર કરી શકી છે.

‘લાલ કિલ્લાના સંગ્રહાલય જાઓ’
પીએમ મોદીએ કહ્યું કે, ‘લાલ કિલ્લામાં એક દ્રશ્યકલા સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે. સંગ્રહાલયમાં 4 ઐતિહાસિક પ્રદર્શનો છે, ત્યાં ત્રણ દશક જુની 450થી વધારે પેન્ટિંગ અને કલાકૃતિઓ પણ છે. તમે ત્યાં જાઓ અને ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરજીના કાર્યોને અવશ્ય જુઓ.’ ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરને બધા લેખક અને સંગીતકારના રૂપમાં ઓળખે છે. તેમણે ઘણા વિષયો પર પેન્ટિંગ્સ પણ બનાવી છે, કાસ વાત એ છે કે તેમણે તેમના મોટા ભાગનું કામનું કોઇ નામ આપ્યું જ નથી. તેમનું માનવું હતું કે તેમની પેન્ટિંગ જોનારા જાતે જ આ પેન્ટિંગને સમજી શકે છે.

‘અવકાશ ક્ષેત્રમાં ભારતની સિદ્ધિની પ્રશંસા’
પીએમ મોદીએ તે દરમિયાન ભારતીય અવકાશ અનુસંધાન સંગઠન (ઇસરો) દ્વારા અવકાશ ક્ષેત્રેમાં ભારતની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે દેશ આઝાદ થયા બાદથી 2014 સુધી જેટલા આવકાશ અભિયાન થયા છે, લગભગ એટલા જ અવકાશ અભિયાનની શરૂઆત ગત ચાર વર્ષોમાં થઇ છે. આપણે એક જ અવકાશ યાનથી એક સાથે 104 ઉપગ્રહ લોન્ચ કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે.

તેમણે કહ્યું કે અમે જલ્દી જ ચંદ્રયાન-2 અભિયાનના માધ્યમથી ચંદ્ર પર ભારતની હાજરી નોંધાવવાના છીએ. આપણો દેશ, સ્પેશ ટેક્નોલોજીનો ઉપયોગ જીવનની સુરક્ષામાં પણ સારી કામગીરી કરી રહ્યું છે. આપણા માછીમાર ભાઇઓની વચ્ચે NAVIC ઉપકરણો વહેંચવામાં આવ્યા છે. જે તેમની સુરક્ષાની સાથે સાથે આર્થીક રીતે પણ મદદરૂપ છે.

‘જરૂરથી કરો મતદાન’
પીએમ મોદીએ આગામી લોકસભા ચૂંટણીને લઇને દેશવાસીઓને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે દેશના યુવા મતદારોને અપીલ કરી છે કે તેઓ જાતે મતદાતાના રૂપમાં જરૂરથી મતદાન કરે. તેમણે ચૂંટણી કમિશનની પ્રશંસા કરતા કહ્યું કે, હું આજે ભારતના ચૂંટણી કમિશન વિશે વાત કરવા માગુ છું જે આપણા દેશની ખુબજ મહત્વૂપ્ણ સંસ્થા છે. જે આપણા ગણતંત્રથી પણ જુની છે. 25 જાન્યુઆરીએ ચૂંટણી કમિશનનો સ્થાપના દિવસ હતો. જેને ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

‘સંત રવિદાસને કર્યા યાદ’
પીએમ મોદીએ કહ્યું કે, ‘19 ફેબ્રૂઆરીએ રવિદાસ જયંતી છે. સંત રવિદાસસજીના દોહા ખુબ જ પ્રસિદ્ધ છે. ગુરૂ રવિદાસજીનો જન્મ વારણસીમાં થયો હતો. સંત રવિદાસજીએ તેમના સંદેશાના માધ્યમથી તેમના સંપૂર્ણ જીવનકાળમાં શ્રમ અને શ્રમિકના મહત્વને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સંત રવિદાસ કહેતા હતા કે ‘મન ચંગા તો કઠૌતી મેં ગંગા’. તેનો અર્થ એવો થાય છે કે જો તમારૂ મન અને હૃદય પવિત્ર છે તો ભગવાન તમારા હૃદયમાં નિવાસ કરે છે.’

‘દેશ ખુલ્લામાં શૌચથી મુક્ત થઇ રહ્યું છે’
પીએમ મોદીએ તે દરમિયાન કહ્યું કે શું તમે ટોયલેટ ચમકાવવાના કોન્ટેસ્ટ વિશે સાંભળ્યું છે? આ અનોખી સ્પર્ધાનું નામ છે ‘સ્વચ્છ સુંદર શૌચાલય’. તમને કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધી ‘સ્વચ્છ સુંદર શૌચાલય’ની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળી જશે. 2 ઓક્ટોબર, 2014ના રોજ અમે આપણા દેશને સ્વચ્છ બનાવવા અને ખુલ્લામાં શૌચથી મુક્ત કરવા માટે એક સાથે મળીને એક યાત્રા શરૂ કરી હતી. ભારતના એક-એકના સહયોગથી આજે ભારત 2 ઓક્ટોબર, 2019થી ઘણો પહેલા કરતા ખુલ્લામાં શૌચ મુક્ત થવાની તરફ અગ્રેસર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news