પાકિસ્તાનને હરાવવાનો ઇરાદો, સૈનિકો માટે ખાસ ડ્રેસ તૈયાર કરી રહી છે સેના
ઠંડીમાં ટકી શકાય તેવા વિશેષ ડ્રેસને દેશમાં જ તૈયાર કરીને સૈન્ય વાર્ષિક 300 કરોડ રૂપિયાની બચત કરશે
નવી દિલ્હી : ભારતીય સેના વિશ્વના સૌથી ખતરનાક યુદ્ધ ક્ષેત્રોમાંથી એક સિયાચિનમાં રહેલ પોતાનાં સૈનિકો માટે વિશેષ કપડા, સ્લીપિંગ કિટ્સ અને જરૂરી ઉપકરણના ઉત્પાદનના લાંબા સમયથી લંબાયેલી યોજનાને અંતિમ સ્વરૂપ દેવામાં લાગેલી છે. અધિકારીક આંકડાઓ અનુસાર 16 હજારથી 20 હજાર ફુટની ઉંચાઇ પર ગ્લેશિયરની સંરક્ષણાં રહેલા સૈનિકોની સંરક્ષણ માટે એક્સ્ટ્રીમ કોલ્ડ વેધર ક્લોદિંગ સિસ્ટમ અને પર્વતારોહણ કિટની આયાતમાં ભારત દર વર્ષે 800 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે.
સૈન્ય સુત્રોએ જણાવ્યું કે, આ સામગ્રીઓનાં દેશમાં ઉત્પાદન દ્વારા નૌસેનાનું લક્ષ્યાંક દર વર્ષ આશરે 300 કરોડ રૂપિયાની બચત કરવાનો છે. હાલમાં આ વસ્તુની આયાત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને સ્વિત્ઝરલેન્ડ જેવા દેશોમાંથી કરવામાં આવે છે. એક સુત્રના અનુસાર આ યોજનાને લગભગ અંતિમ સ્વરૂપ આપીદેવાયું છે. જેના હેઠળ સિયાચીન ગ્લેશિયરમાં રહેલા સૈનિકોનો મહત્તમ ઉપકરણનાં નિર્માણ અને ખાનગી ક્ષેત્રમાં સહયોગથી ભારતમાં જ કરવામાં આવશે. સુત્રોએ તેમ પણ જણાવ્યું કે, ભારતમાં નિર્મિત કરવામાં આવતા કેટલાક કાપડોનો પુરવઠ્ઠો ભારત ચીન સીમા પર રહેલ ડોકલામ જેવા અત્યાધિક ઉંચાઇ વાળા સ્થળો પર રહેલા જવાનોને પણ કરવામાં આવશે.
ઉલ્લેખીય છે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ બાદ સિયાચીન સૌથી મોટુ ગ્લેશિયર છે, પરંતુ તેમાં સિયાચિન સૌથી વધારે પ્રદૂષણ રહે છે. ઓક્ટોબર 2014માં સ્વચ્છ ભારત અભિયાન દરમિયાન આ ક્ષેત્રમાંથી 63 ટન કરતા વધારે કચરો કાઢવામાં આવ્યો. કચરામાં પેકિંગ મટીરિયલ, બૈરલ અને નષ્ટ થાય તેવી વસ્તીઓ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાનની સેના ફરજંદ છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચથી ભારતને અહીંથી સેના હટાવવા માટેની વાત કરી રહ્યું છે. જો કે ભારતે સ્પષ્ટ જણાવ્યું કે, અમે ત્યાંથી અમારૂ સૈન્ય હટાવીએ તો દુશ્મન ત્યાં સૈન્ય લાવી શકે છે. તે અમારા માટે નુકસાન કારક સાબિત થઇ શકે છે. અમને 1984નો અનુભવ છે.