નવી દિલ્હીઃ ભારતીય સેનાએ કુપવાડા સેક્ટરની બીજીતરફ પાકિસ્તાનના સૈન્ય ઠેકાણા પર એન્ટી ટેન્ક મિસાઇલથી હુમલો કર્યો છે. સમાચાર એજન્સી એએનઆઈએ ભારતીય સેનાના સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે સેનાના જવાનોએ હાલમાં પાકિસ્તાન સેનાની ચોકીઓને નિશાન બનાવવા માટે એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલો અને તોપના ગોળાનો ઉપયોગ કર્યો છે. ભારતીય સેના તરફથી આ કાર્યવાહી પાકિસ્તાની ફોજ દ્વારા જમ્મૂ-કાશ્મીરમાં આતંકીઓની ઘુષણખોરીના ઈરાદાથી સતત કરવામાં આવેલી ગોળીબારીની જવાબમાં કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય સેના પ્રમાણે છેલ્લા કેટલાક દિવસમાં પાકિસ્તાન તરફથી સીઝફાયરના ઉલ્લંઘનમાં મોટો વધારો થયો છે. જમ્મૂ-કાશ્મીર પોલીસના ડાયરેક્ટર જનરલ દિલબાગ સિંહ પ્રમાણે, જમ્મૂ-કાશ્મીરમાં સશસ્ત્ર આતંકવાદીઓની ઘુષણખોરી કરાવવા અને શાંતિ ભંગ કરવા માટે પાકિસ્તાન આવી કાયરતાપૂર્વકની હરકતો કરે છે. પરંતુ ભારતીય સેના પાકિસ્તાનના તમામ ઇરાદાઓ પર પાણી ફેરવી રહી છે. તેમણે પાછલા રવિવારે જણાવ્યું હતું કે, કાશ્મીર ઘાટીમાં આતંકવાદ વિરોધી અભિયાનોને કારણે યુવાઓમાં આતંકવાદ સાથે જોડાવાનું વલણ ઘટી રહ્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...