જમ્મુ-કાશ્મીર: માર્ગ અકસ્માતમાં 5 જવાનોના મોત, સેનાનું વાહન ખીણમાં પડ્યું
Jammu Kashmir News: જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લાના બાલનોઈ સેક્ટરમાં મંગળવારે (24 ડિસેમ્બર, 2024) એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સેનાનું એક વાહન 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું હતું.
Jammu Kashmir News: જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના બલનોઈ સેક્ટરમાં મંગળવાર (24 ડિસેમ્બર, 2024) એક રોડ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં સેનાનું એક વાહન 150 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. વ્હાઇટ નાઇટ કોર્પસ તરફથી એક્સ પર પોસ્ટ કરી જાણકારી આપતા કહેવામાં આવ્યું કે પુંછ સેક્ટરમાં ઓપરેશનલ ડ્યૂટી દરમિયાન સેનાનું વાહન દુર્ઘટનાનો શિકાર બન્યું છે. આ દુર્ઘટનામાં પાંચ સૈનિકોના મોત થયા છે. વ્હાઇટ નાઇટ કોર્પસે સૈનિકોના નિધન પર સંવેદના વ્યક્ત કરી છે. ઘટનાસ્થળ પર બચાવ અભિયાન ચાલી રહ્યું છે અને ઘાયલ સૈનિકોનો ઉપચાર કરવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ અપડેટ મુજબ, મંગળવારે સાંજે પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર એક વાહન રસ્તા પરથી ઉતરી જતાં સેનાના પાંચ સૈનિકોના મોત થયા હતા અને પાંચ સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે. ભારતીય સૈન્યની 16મી કોર્પ્સે એક્સ પર જણાવ્યું હતું કે બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘાયલ જવાનોને તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી રહી છે.
દુર્ઘટના અંગે પોલીસ અધિકારીઓએ કહ્યું- મંગળવારે લગભગ સાંજે 5.40 કલાકે 11 મરાઠા લાઇટ ઇન્ફેન્ટ્રીનું એક સેના વાહન, જે નીલમ મુખ્યાલયથી એલઓસીની પાસે બલનોઈ ધોરા પોસ્ટ તરફ જઈ રહ્યું હતું. તે ધોરા પોસ્ટ પાસે દુર્ઘટનાનો શિકાર બન્યું. તેમણે કહ્યું કે વાહન લગભગ 150 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. જેમાં ચાલક સહિત 10 સૈનિક ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા છે. 11 મરાઠા લાઇટ ઇન્ફેન્ટ્રીની એક ત્વરિત પ્રતિક્રિયા ટીમ (QRT) અને મનકોટથી એક પોલીસ ટીમે ઘટનાસ્થળ પર પહોંચી રાહત અને બચાવ અભિયાન શરૂ કર્યું હતું.