ચંદીગઢઃ પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને સુપરીમ કોર્ટે 34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં એક વર્ષની જેલની સજા ફટકારી છે. હવે કોંગ્રેસ નેતાએ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પ્રતિક્રિયા આપી છે. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ કે, તે કોર્ટના આદેશનું પાલન કરશે. હવે સિદ્ધુની ધરપકડ કરવામાં આવશે કે તે સરેન્ડર કરશે. હાલ સિદ્ધુ પટિયાલામાં છે. તેમણે ગુરૂવારે સવારે મોંઘવારીના મુદ્દા પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ હાથી પર બેસીને પ્રદર્શન કર્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ નેતા સિદ્ધુની સાથે હવે પંજાબ પોલીસે પણ આ મામલે કાયદાનું પાલન કરવુ પડશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે તેને 1 હજારનો દંડ ફટકારી છોડી દીધા હતા. આ ઘટના 27 ડિસેમ્બર 1988ની છે. પટિયાલામાં પાર્કિંગને લઈને સિદ્ધુ અને પીડિત વચ્ચે વિવાદ થયો હતો. 


Doorstep Ration Delivery Scheme: કેજરીવાલ સરકારને ઝટકો, દિલ્હી હાઈકોર્ટે ઘર-ઘર રાશન યોજનાને કરી રદ્દ


હાઈકોર્ટે સિદ્ધુ અને સંધૂને દોષિત ઠેરવતા 3-3 વર્ષની કેદની સજા ફટકારી. આ સાથે એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. સિદ્ધુ તે સમયે 2004ની લોકસભા ચૂંટણી ભાજપની ટિકિટ પરથી જીત્યા હતા. આ ચુકાદા બાદ તેમણે લોકસભામાંથી રાજીનામું આપ્યું હતું. હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. સિદ્ધુ તરફથી દિવંગત નેતા અરુણ જેટલીએ કેસ લડ્યો હતો અને સુપ્રીમે હાઈકોર્ટા ચુકાદા પર રોક લગાવી. પરંતુ પીડિત પરિવારે સુપ્રીમમાં રિવ્યૂ પિટીશન દાખલ કરી અને હવે કોર્ટે પોતાનો ચુકાદો પલટ્યો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube