મુંબઈ: શિવસેનાના સંસ્થાપક બાળા સાહેબ ઠાકરેના જન્મદિવસના અવસરે મુંબઈમાં શિવસેના ભવનમાં જશ્નનો માહોલ છે. શિવસેનાના કાર્યકર્તા પોતાના સંસ્થાપકની યાદીમાં જશ્ન મનાવવામાં લાગ્યા છે. શિવસેનાના એક સમર્થકે તેમને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી છે. બાળ ઠાકરેના એક સમર્થકે 33 હજાર રૂદ્રાક્ષની મદદથી એક શાનદાર તસવીર બનાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'2019ની ચૂંટણી ભાજપ માટે કપરો સંઘર્ષ, સપા-બસપા ગઠબંધનથી ભાજપને મુશ્કેલી'


શિવસેના ભવનની બહાર લગાવવામાં આવી તસવીર
શિવસેનાના સમર્થક દ્વારા બનાવવામાં આવેલી તસવીરને શિવસેના ભવનની બહાર લગાવવામાં આવી છે. આર્ટિસ્ટનું નામ સંજય રાઉત  છે. સંજય રાઉતે કહ્યું કે બાળા સાહેબ ઠાકરેને રુદ્રાક્ષ ખુબ પસંદ હતાં આથી તેમની યાદમાં આ તસવીરમાં ફક્ત રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાઉતે કહ્યું કે 33 હજાર રુદ્રાક્ષથી બનેલી આ તસવીરના માધ્યમથી વિશ્વ રેકોર્ડ પણ બનાવવા માંગતો હતો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...