નવી દિલ્હી : નાણામંત્રી અરૂણ જેટલીનું એમ્સમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવશે. જેટલીએ તપાસ માટે ગુરૂવારે બપોરે એમ્સ ખાતે પહોંચ્યા હતા. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ગુરૂવારે ડોનર અને જેટલીની મીટિંગ થઇ. 7 એપ્રીલે ટ્રાન્સપ્લાન્ટ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. નાણામંત્રીની કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે એમ્સથી ડોક્ટરની ટીમને ડો. વી.કે બંસલ લીડ કરશે. ડો. નિખિલ ટંડન અને ડો. ગૌતમ શર્માએ પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, જેટલી છેલ્લા ઘણા લાંબા સમયથી કિડની સંબંધિત બિમારી સામે જજુમી રહ્યા હતા. બજેટ રજુ કરવા દરમિયાન તે ઘણીવાર લાંબા સમય સુધી ઉભા નહોતા રહી શકતા. તેનાં કારણે તેઓ બેસીને બજેટ રજુ કરી ચુક્યા છે. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવીએ બુધવારે એક ટ્વીટ કરીને નાણામંત્રી અરૂણ જેટલી જલ્દી સ્વસ્થય થાય તે માટે કામના કરી હતી. સિંધવીએ કહ્યું કે, બુધવારે રાજ્યસભામાં નવા નેતાઓનાં શપથગ્રહણ કાર્યક્રમમાં અરૂણ જેટલીને જોઇને આશ્ચર્ય થયું. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ તેમનાં સારા સ્વાસ્થય માટે કામના કરી હતી.


સમાચારો અનુસાર 65 વર્ષનાં મંત્રી સામે હાલ તમામ પ્રકારનાં અધિકારીક જવાબદારીઓ લઇ લેવામાં આવી છે. ખરાબ તબિયતનાં કારણે અરૂણ જેટલી બુધવારે રાજ્યસભામાં શપથગ્રહણ સમારોહમાં પણ હાજર રહી શક્યા નહોતા. ડોક્ટરોએ જેટલીને બહાર નહી નિકળવા માટેની સલાહ આપી હતી. જેથી તેઓ કોઇ પણ પ્રકારનાં ઇન્ફેક્શનથી બચી શકે. સપ્ટેમ્બર 2014માં અરૂણ જેટલીનાં વજન ઓછું કરવા માટે બૈરિયાટ્રિક સર્જરી થઇ હતી જે સફળ રહી હતી. જો કે ત્યાર બાદ તેને બીજી વખત હોસ્પિટલનાં ચક્કર કાપવા પડ્યા કારણ કે સર્જરીનાં કારણે શ્વાસ સંબંધિત ઇન્ફેક્શન પણ થઇ શકે છે. નાણામંત્રી અને કોર્પોરેટ મુદ્દાને સંભાળી રહેલા જેટલી શુગરની સમસ્યા સામે પણ જઝુમી રહ્યા હતા અને ગત્ત સમયમાં તેઓ હાર્ટની સર્જરી પણ કરાવી ચુક્યા છે.