નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ શુક્રવારે કહ્યું કે, ભ્રષ્ટાચાર- વિરોધી કાયદામાં સંશોધનથી તે સુનિશ્ચિત થયું છે કે ભ્રષ્ટ અધિકારીને પકડવાની કાર્યવાહીમાં તપાસ એજન્સીઓના હાથમાં હવે ઇમાનદાર અધિકારીઓએ સહન નહી કરવું પડે. ભ્રષ્ટાચાર વિરોધક (સંશોધન) વિધેયક 2018ના રોજ સંસદમાં આ જ અઠવાડીયે પસાર કરવામાં આવ્યું હતું. આ વિધેયકમાં પહેલી વાર લાંચ આપનાર વ્યક્તિને પણ દંડિત કરવાની સાથે જ તેના માટે મહત્તમ સાત વર્ષની સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેટલીએ એક ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, આ સંશોધન દ્વારા આ 30 વર્ષ કરતા પણ વધારે જુના કાયદાઓમાં એક મુળભુત ઢાંચામા ગોટાળાને યોગ્ય કરવામાં આવ્યા છે. આ કાયદો ઉદારીકરણ કરતા પણ પહેલા બનાવવામાં આવ્યો હતો. ત્યારે આ કાયદાને બનાવતા સમયે તે અંદાજ નહોતો લગાવવામાં આવ્યો કે તેના કારણે ઇમાનદારીની સાથે નિર્ણય કરનારા લોકોની સમક્ષ પણ કોઇ પ્રકારનું જોખમ હોઇ શકે છે.

જુના કાયદાઓમાં ભ્રષ્ટાચારીઓ વ્યાપક પરિભાષા અને તેની નબળી શબ્દાવલીના કારણે તપાસકર્તાઓને પોતાની પ્રોફેશનલ વિશેષજ્ઞતા છોડીને માત્ર તે નિયમ પર ચાલવા માટે મજબુર કરી દીધા હતા જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં ક્યાંય પણ શંકા હોય તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરો. 

ઘણા ઇમાનદાર લોકોને આ પ્રક્રિયાએ પરેશાન કર્યા છે
અરૂણ જેટલીએ કહ્યું કે, કોઇ ઇમાનદાર બેંક પ્રબંધન દ્વારા જો નિયમોનું પાલન કરતા કોઇ દેવું ચુકવવામાં આવ્યું અને ત્યાર બાદ દેવું આપનાર વ્યક્તિ તે ચુકવવામાં નિષ્ફળ રહે છે તે તેના દેવા મુદ્દે સવાલો પેદા થાય છે અને સમગ્ર પ્રક્રિયાને તપાસ એજન્સીના હવાલે કરી દેવાય છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ઘણા ઇમાનદાર લોકો આ પ્રક્રિયામાં પરેશાન થઇ ચુક્યા છે, જો કે તેમને ક્યારે પણ દોષીત ઠેરવવામાં નથી આવ્યા. આ બદાને કારણે નાગરિક સેવામાં લાગેલા કર્મચારીઓ મનમાંતે વિચારસરણી બેસી ગઇ છે કે પોતે નિર્ણય કરવાના બદલે નિર્ણયને આગામી વ્યક્તિ સુધી ટાળી દો.

અરૂણ જેટલીએ કહ્યું કે, ભ્રષ્ટાચાર વિરોધી (સંશોધન) વિધેયક 2018માં ઘણા એવા પ્રાવધાન કરવામાં આવ્યા છે જેમાં ભ્રષ્ટાચાર મુદ્દે ઝડપણી સુનવણી થશે. આ સાથે જ તેમાં અધિકારીઓને તેની વિરુદ્ધ થયેલી ફરિયાદોથી બચાવ માટે ઉપયોગમાં લેવાયો છે. એટલે સુધી કે તેમની સેવાનિવૃતી છતા પણ તેમનો બચાવ થઇ શકે.