ભારત વિરોધી નારા લાગતા હોય ત્યાં ઇંદિરા અને રાજીવ ગાંધી ગયા હોત? જેટલી
અરૂણ જેટલીએ કહ્યું કે, કાશ્મીરના લોકોને આતંકવાદની વિરુદ્ધની લડાઇમાં સરકારની સાથે ઉભુ રહેવું જોઇએ
નવી દિલ્હી : નાણામંત્રી અરૂણ જેટલીએ આ પ્રસંગે કોંગ્રેસ પર પણ નિશાન સાધતા કહ્યું કે, શું ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધી એવા કોઇ પણ સભામાં ગયા હોત જ્યાં ભારતનાં ટુકડે-ટુકડેના નારા લગાવતા હોય. નહી, તેઓ બિલ્કુલ એવું ન કરત પરંતુ હવે વ્યક્તિગત્ત મહત્વકાંક્ષાના કારણે કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વને એવું કરવા મજબુર છે. આ સાથે જ અરૂણ જેટ જેટલીએ કહ્યું કે, કાશ્મીરનાં લોકોને આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં સરકારની સાથે ઉભુ રહેવું જોઇએ, અલગતાવાદીઓની સાથે નહી.
જેટલીએ પ્રથમ અટલ બિહારી વાજપેયી સ્મૃતિ વ્યાખ્યાન આપતા કહ્યું કે, મારૂ માનવું છે કે આ આપણા બધા માટે અત્યંત જરૂરી છે... કે આ લડાઇમાં અમે કાશ્મીરી લોકો પોતાની તરફ હોવું જોઇએ. આ લડાઇ સંપ્રભુતા માટે, આ લડાઇ અલગતાવાદીઓ અને આતંકવાદીઓની વિરુદ્ધ છે અને જવાબ પણ લોકો પાસે છે.
જેટલીએ કહ્યું કે, એટલે અમારી દ્રષ્ટીકોણ આ તથ્યની સાથે નિર્દેશિત હોવું જોઇએ કે તે લોકો આપણી તરફ હોય, અલગતાવાદીઓની સાથે નહી. તેમણે આ મુદ્દે ખેદ વ્યક્ત કર્યો કે આવા સમયે જ્યારે દેશ સીમા પારથી પેદા કરવામાં આવી રહેલી સમસ્યાઓ સામે લડી રહ્યું છે, કેટલાક સ્થાનિક જુથ તેમની સાથે થઇ ગયા અને સૌથી વધારે પ્રભાવિત કાશ્મીરી લોકો સ્વયં થઇ રહ્યા છે.
ક્ષેત્રીય મુખ્ય ધારાની પાર્ટીઓ સાથે સંવાદ માટે તૈયાર
આપણે સ્થિતીને કઇ રીતે ઉકેલીશુ ? સરકારોએ કહ્યું કે, આપણે સૌથી વધારે તાર્કીક વિકલ્પ માટે તૈયાર છીએ. આપણે લોકો સાથે વાતચીત કરવા માટે તૈયાર છીએ, અમે ક્ષેત્રીય મુખ્યધારાની પાર્ટીઓ સાથે સંવાદ કરવા અને તેમનો સમાવેશ કરવા માટે તૈયાર છે. જેટલીએ કહ્યું કે, મુખ્યધારાની ક્ષેત્રીય પાર્ટીઓ જે શ્રીનગરમાં એક ભાષા અને દિલ્હીમાં બીજી ભાષા બોલે છે, તેમને સ્થિતીનો સામનો કરવા માટેનું સાહસ જોઇએ.