નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી કે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તે 20 ટકા ગરીબ પરિવારનો વાર્ષિક 72 હજાર રૂપિયાનું લઘુત્તમ પેંશન આપશે. જો કે તેની રૂપરેખા અંગે કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. બીજી તરફ કોંગ્રેસની આ યોજના પર ભાજપે સવાલ ઉઠાવવાનાં શરૂ કરી દીધા છે. કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ બ્લોગ લખીને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, તમે લોકોની આંખોમાં ધુળ ઝોંકવાનું કામ કરી રહ્યા છો. 
વિશ્વનાં સૌથી મોટા દાનવીરે આ ભારતીય વ્યક્તિનાં કર્યા વખાણ ! કારણ છે રસપ્રદ

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાને પોતાનાં વચન કરતા વધારે આપ્યું
અરૂણ જેટલી અનુસાર વડાપ્રધાન મોદીએ દેશમાં ગરીબોને પોતાનાં વચન કરતા વધારે આપ્યું છે. કોંગ્રેસનાં ખોટા વચનની જાહેરાતનો ઇતિહાસ રહ્યો છે. ગરીબી હટાવવાનાં નામે કોંગ્રેસનો ઉદ્દેશ્ય વ્યવસાય કરવાનો છે. કોંગ્રેસ યોજનાઓનાં નામે માત્ર છળવાનું કામ કરી રહી છે.કોંગ્રેસ કહી રહી છે કે તેનાં કારણે કોઇ આર્થિક બોજ નહી પડે. આજે કેન્દ્ર સરકારની 55 વિભાગની યોજનાઓ અમે ડીબીટીનાં માધ્યમથી જોડી છે. આજે અમારી સરકાર 5.3 લાખ કરોડ આપી રહી છે. 


ચિદમ્બરમના પુત્રને ટીકિટ મળતા કોંગ્રેસમાં ભડકો, પૂર્વ મંત્રીએ કહ્યું આ પરિવારને લોકો ધિક્કારે છે

અરૂણ જેટલીએ કહ્યું કે, અમે ડીબીટી તૈયાર કર્યું. કોંગ્રેસ આધારની લડાઇ સુપ્રીમ કોર્ટમાં લઇને ગઇ. હવે તેઓ તેના પર રાજનીતિ કરી રહ્યા છે. નારાઓથી ગરીબી નહી હટે. તેના માટે કામ કરવું પડે છે. આજે ફરીથી રાહુલ ગાંધીએ ગરીબીનાં નામે નારો આપી દીધો છે. જે એક પ્રકારનો દગો જ છે. કહેવાઇ રહ્યું છે કે તેમાં 5 કરોડ પરિવારનાં 25 કરોડ લોકોનો સમાવેશ થાય છે. તેના પર 3.6 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ રકમ દેશનાં સંરક્ષણ બજેટ કરતા પણ વધારે છે. માનવામાં આવે છેકે જો આ યોજના લાગુ થાય છે તો આર્થીક નુકસાન 10 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.