નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલી પર બુધવારે ન્યુયોર્ક ખાતે એક સર્જરી કરવામાં આવી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રો પાસેથી મળેલી માહિતીને આધારે લખ્યું છે કે, ડોક્ટરોએ જેટલીને બે સપ્તાહ સુધી આરામ કરવાની સલાહ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરુણ જેટલી (66 વર્ષ) 13 જાન્યુઆરીના રોજ ઈલાજ કરવા માટે અમેરિકા ગયા હતા. અહીં તેમની ખરાબ તબિયતના અનુસંધાને કેટલાક રિપોર્ટ કરવામાં આવ્યા હતા. 


બુધવારે રેલવે અને કોલસા મંત્રી પિયુષ ગોયલને નાણા મંત્રાલયનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. બજેટ રજુ થવાના 9 દિવસ પહેલા અરુણ જેટલીની ગેરહાજરમાં પિયુષ ગોયલને નાણા મંત્રાલયનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. 


ભારતીય અર્થતંત્ર તેજ ગતિએ વિકાસ કરતું રહેશેઃ UN


ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર 1 ફેબ્રુઆરીના રોજ તેનું અંતિમ બજેટ રજૂ કરવાની છે. આગામી મે મહિનામાં એનડીએ સરકારનો કાર્યકાળ પૂરો થતો હોવાને કારણે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવનાર છે. 


રાષ્ટ્રપતિ ભવન તરફથી આપવામાં આવેલી આધિકારીક માહિતી મુજબ, જેટલી કોઈ પણ પોર્ટફોલિયો વગર મંત્રીપદે બન્યા રહેશે. તેમની પાસે નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયનો ચાર્જ છે. 


શું પ્રિયંકા ગાંધી પૂર્વ યુપીમાં મોદી-યોગી, એસપી-બીએસપીનો જાદુ તોડી શકશે?


આ બીજી વખત છે જ્યારે પિયુષ ગોયલને અરુણ જેટલીના મંત્રાલયનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ અગાઉ મે, 2018માં જ્યારે જેટલીએ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી ત્યારે પણ પિયુષ ગોયલે 100 દિવસ સુધી કેન્દ્ર સરકારના આ મહત્વના મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. 


અરુણ જેટલીએ 23 ઓગસ્ટ, 2018ના રોજ નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો હતો. 


જોકે, ઈલાજ કરાવા જતાં પહેલા અરુણ જેટલીએ બજેટને ટાંકીને જણાવ્યું હતું કે, વચગાળાના બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલી મહત્વની નીતિગત જાહેરાતો થઈ શકે છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...