નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસની ચૂંટણી ઢંઢેરાને દેશને તોડાનાર ગણાવ્યું છે. અરૂણ જેટલીએ કહ્યું કે કોંગ્રેસના ચૂંટણી ઢેઢંરામાં દેશદ્રોહના કાયદાને હટાવાની વાત કરવામાં આવી છે. દેશને તોડનાર આવા વાયદા કરનાર કોંગ્રેસ એક વોટની પણ હકદાર નથી. તેમમે કહ્યું કે, કોંગ્રેસના નિયમો અને કાયદાઓની સમીક્ષા કરવાની જાહેરતા કરી છે. માઓવાદીઓને બચાવવા માટે સીઆરપીસીમાં બદલાવની વાત કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં શું કર્યા વાયદા


અરૂણ જેટલીએ કહ્યું કે, કોંગ્રેસના નેતૃત્વ કરી રહેલા રાહુલ ગાંધી જેહાદીઓ અને માઓવાદીઓના ચૂંગલમાં છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે આઇપીસી (IPC)થી સેક્શન 124-Aને હટાવી દેવામાં આવશે. તેનો સીધો અર્થ છે કે કોંગ્રેસના રાજમાં દેશદ્રોહ કરવું તે ગુનો નહીં હોય. જે પાર્ટી આવી જાહેરાત કરે છે, તે એકપણ વોટની હકદાર નથી.


આ પણ વાંચો : 22 લાખને નોકરી આપવાનો વાયદો


તેમણે કહ્યું કે, નેહરૂ-ગાંધી પરિવારની જમ્મૂ કાશ્મીરને લઇને જે ઐતિહાસિક ભૂલ હતી, તે એજન્ડાને કોંગ્રેસ અધ્યક્ષ આગળ વધારી રહ્યાં છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...