ગુજરાતમાં જ્યાં દારૂ પીવાની ખુલ્લી છૂટ છે ત્યાં આટલો વેચાયો દારૂ, 4 મહિનાના આંકડા જાહેર

GIFT City Liquor News: ગિફ્ટ સિટીમાં ખુલ્લેઆમ દારૂ પીવા મળશે તેવી ધારણા ખોટી પડી હતી, કારણ કે, દારૂમાં છૂટછાટ અપાયા બાદ પહેલીવાર ગિફ્ટ સિટીના આંકડા સામે આવ્યા છે
 

ગુજરાતમાં જ્યાં દારૂ પીવાની ખુલ્લી છૂટ છે ત્યાં આટલો વેચાયો દારૂ, 4 મહિનાના આંકડા જાહેર

Gandhinagar News : ગુજરાતમાં એકમાત્ર એક એવી જગ્યા છે જ્યાં શરતો સાથે દારૂ પીવાની ખુલ્લી છૂટ છે. ગયા વર્ષે ગુજરાત સરકારે દેશની પ્રથમ સ્માર્ટ સિટી 'ગિફ્ટ સિટી'માં દારૂ પીવાની મંજૂરી આપી હતી. દારૂબંધીમાં છૂટછાટ બાદ ગિફ્ટ સિટી ચર્ચામાં આવી હતી.

સરકારે બિઝનેસના વ્યાપ માટે કેટલાક નિયમોમાં બાંધછોડ કરવાની શરૂઆત કરી દીધી છે. ગયા વર્ષના અંતમાં ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવી દીધી હતી. આ પછી, ગિફ્ટ સિટી વિશ્વભરમાં ચર્ચામાં આવી. ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારથી જ દારૂબંધી અમલમાં છે. ત્યારે સરકારે દલીલ કરી હતી કે વૈશ્વિક બિઝનેસ અને ટેક હબ બનાવવા માટે આ જરૂરી છે. આ પછી સરકારે ગિફ્ટ સિટી દારૂ પીરસવાના લાયસન્સ અપાયા હતા. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં બહાર આવ્યું છે કે છેલ્લા ચાર મહિનામાં ગિફ્ટ સિટીમાં કેટલો દારૂ પીવામાં આવ્યો છે?

કોને મળી દારૂની પરમિટ 
ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર, ગિફ્ટ સિટીમાં છેલ્લા ચાર મહિનામાં એટલે કે 1 માર્ચથી 25 જૂન સુધીમાં કુલ 650 લિટર દારૂનું વેચાણ થયું હતું. જેમાં કુલ 450 લીટર બિયરનું વેચાણ થયું છે. 1 માર્ચથી માત્ર 500 કર્મચારીઓએ જ દારૂ પીવાની પરમિટ માટે અરજી કરી છે. આ લાઇસન્સ તેમને આપવામાં આવ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર ગિફ્ટ સિટીમાં 24,000થી વધુ લોકો કામ કરે છે. 1 માર્ચથી માત્ર 250 મુલાકાતીઓ પરમિટ આપવામાં આવી છે. સરકારના નશાબંધી વિભાગે 1 માર્ચથી દારૂના વેચાણ અને વપરાશના ડેટા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. આમ દારૂ પીવાની ખુલ્લેઆમ છૂટછાટ છતાં અહીં દારૂ પીવાયો કે વેચાયો નથી. 

દારૂ કેમ ઓછો વેચાયો
ગિફ્ટ સિટીના લાયસન્સ સાથે દારૂ પીવાની છૂટ મળ્યા બાદ પણ વેચાણ ઓછું થયું છે. દારૂના ઓછા વેચાણ પાછળનું મુખ્ય કારણ એ છે કે ગિફ્ટ સિટીની અંદર વેચાતા દારૂની કિંમત રાજ્યભરની પરમિટની દુકાનો કરતા ત્રણ ગણી વધારે છે. બીજું મોટું કારણ એ છે કે હોસ્ટનું દરેક સમયે વિઝિટરની સાથે હોવું જરૂરી છે. અહીં હોસ્ટ એટલે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી. તેથી વિઝિટરે પણ દારૂ પીવામાં રસ દાખવ્યો નથી. જેના કારણે ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટછાટને ખૂબ જ ઠંડો પ્રતિસાદ મળી રહ્યો છે. આમ આ આંકડાઓ સાબિત કરી રહ્યાં છે. સરકારે છૂટછાટ તો આપી દીધી છે પણ વેચાણમાં કે પીવામાં ગુજરાતીઓએ રસ દાખવ્યો નથી.

નશાબંધી અને આબકારી વિભાગે ગિફ્ટ સિટીમાં દારૂ પીવા અંગે ગાઈડલાઈન જાહેર કરી છે. માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને જ દારૂની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત માત્ર અધિકૃત મુલાકાતીઓને જ દારૂપીવાની મંજૂરી આ ગાઈડલાઈનમાં આપવામા આવી છે. બહારથી આવનાર મુલાકાતીઓને ખાસ અધિકારી પાસે મંજૂરી લેવી પડશે. તેમજ હેલ્થ પરમિટ, વીઝીટર પરમિટ ધારકો દારૂનું સેવન નહિ કરી શકે.ટુરિસ્ટ પરમિટ ધારકો પણ નદારૂનું સેવન નહિ કરી શકાય. 

1) એફ.એલ-૩ લાયસન્સ શું છે? તે કોને મળી શકે ?
ગીફ્ટ સીટીમાં નોકરી કરતા અથવા અધિકૃત મુલાકાતીઓને લીકર પીરસવા માંગતી હોટલ/કલબ/રેસ્ટોરન્ટને લીકર પીરસવા (Serving) અંગેનું લાયસન્સ.. ગીફટ સીટી ગાંધીનગર ખાતે આવેલ/આવનાર ખાનપાન સુવિધા ધરાવતી હોટલ/કલબ/રેસ્ટોરન્ટને લાયસન્સ મળી શકશે. 

2) એફ.એલ3 લાયસન્સ મેળવવાની પ્રક્રિયા શી છે?
જે તે સેટલ/કલબ/રેસ્ટોરન્ટ નિયમો અંતર્ગત જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે નિયામક, નશાબંધી સમક્ષ અરજી કર્યેથી જરૂરી ચકાસણી કરી સરકારે નક્કી કરેલ સમિતિ સમક્ષ રજુ કર્યેથી પરવાનો આપવાપાત્ર રહેશે.

3) હાલના ફેલ્થ પરમીટ, વીઝીટર પરમીટ, ટુરીસ્ટ પરમીટ ધારકો ગીફ્ટ સીટી ખાતે લીકરનું સેવન કરી શકશે?
ના, ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ તેમજ અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ જ ગીફ્ટ સીટી ખાતે લીકરનુ સેવન કરી શકશે.

4) ગીફટસીટીમાં કામ કરતા કર્મચારીઓને લીકર એકસેસ પરમીટની મંજુરી કોણ આપશે?
ગીફટના દ્વારા અધિકૃત અધિકારી દ્વારા આ પરમીટ આપવામાં આવશે.

5) ગીફટસીટીમાં આવતા અધિકૃત મુલાકાતીઓને ટેમ્પરરી પરમીટની મંજુરી કોણ આપશે ?
ગીટસીટીના જે તે કંપનીના HR હેડ / જવાબદાર અધિકારી દ્વારા કરવામા આવતી ભલામણના આધારે આપવામાં આવશે. તેમજ મુલાકાતીઓની સાથે સંબધિત કંપનીના લીકર એકસેસ પરમીટ ધરાવતા કર્મચારી સાથે રહેશે. 

6) એફ.એલ ૩ લાયસન્સ ધારકે કઈ શરતોનું પાલન કરવાનું રહેશે ? 
લાયસન્સ ધારકે ખરીદેલ લીકરના જથ્થાની નિયત કરેલ નમુનામાં ખરીદ અને વેચાણના હિસાબો રાખવાના રહેશે અને સમગ્ર વિસ્તારને સી.સી.ટી.વી સર્વેલન્સ હેઠળ રાખવાનું રહેશે.

(7) ગીફટ સીટી વિસ્તાર સિવાય અન્ય કોઇ જગ્યાએ લીકર સેવન કરી શકાશે? 
એફ, એલ-૩ લાયસન્સ હેઠળ અધિકૃત કરેલ વિસ્તારમાં જ લીકરનું સેવન કરી શકાશે.

8) એફ.એલ. ૩ લાયસન્સ ધારક,લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક કાયદા નિયમોનો ભંગ કરે તો શું?
લાયસન્સ ધારક, લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક જો કાયદા, નિયમો કે સૂચનાનો ભંગ કરશે તો ગુજરાત નશાબંધી અધિનિયમ-૧૯૪૯ તથા અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ શિક્ષાત્મક પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવશે.

9) લાયસન્સ મેળવનારે અન્ય કઇ કઇ મંજુરી મેળવવાની રહેશે ?
લાયસન્સ મેળવનારે પોતાના હોટલ/કલબ/રેસ્ટોરન્ટમાં ખાન-પાન માટે સક્ષમ સત્તાધિકારી પાસે ખાન-પાન અંગેનું લાયસન્સ, ફુડ સેફટી લાઈસન્સ તથા અન્ય જરૂરી પરવાના મેળવવાના રહેશે.

(10) એફ.એલ.3 લાયસન્સ ધારક રાજ્યના અન્ય પરમીટ ધારકને લિકર વેચાણ કરી શકાશે ?
ના

11) લાયસન્સના સ્થળ સિવાય અન્ય કોઇ જગ્યાએ લીકર પીરસી શકશે કે કેમ?
ના. લાયસન્સ જે સ્થળે મંજુર કર્યું હોય તે સિવાય અન્ય કોઇ સ્થળે લીકર પીરસી શકશે નહી.

12) એફ.એલ-૩ લાયસન્સવાળા સ્થળમાં કોણ પ્રવેશ કરી શકશે? 
લિકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક જ જરૂરી ખરાઇ બાદ પ્રવેશ કરી શકશે.

13) વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે? 
ના. વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે નહી

(14) લીકર સેવન કરવા અંગે ઉંમર મર્યાદાની જોગવાઇ શું છે?
૨૧ વર્ષથી ઉપરની વયના વ્યક્તિને લિકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ આપવામાં આવશે.

(15) પરમીટ લેનારે કયા કાયદાનું પાલન કરવાનુ રહેશે?
લિકર એકસેસ પરમીટ, ટેમ્પરરી પરમીટ અને એફ.એલ-૩ લાઈસન્સ ધારકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રવર્તમાન તમામ કાયદા અને નિયમોનું પાલન કરવાનું રહેશે.

16) હાલ રાજ્યમાં વીઝીટર અને ટુરીસ્ટ પરમીટ અંગે શું જોગવાઇ છે ?
બીજા રાજ્યના કે વિદેશી નાગરિકને નિયમોની જોગવાઇ અનુસાર નિયત આધારો રજુ કર્યેથી જે તે વ્યક્તિને પોતાના અંગત ઉપયોગ માટે વીઝીટર અને ટુરીસ્ટ પરમીટ આપવામાં આવી રહેલ છે, જેના માટે ઓનલાઇ ઇ- પરમીટ પોર્ટલ કાર્યરત છે

(17) લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારકે શી કાળજી લેવાની રહેશે?
લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક લીકરનું સેવન કર્યા બાદ વાહન હંકારી શકશે નહિ. તેમજ પરમીટ અંગેના દસ્તાવેજો પોતાની સાથે રાખવાના રહેશે અને સક્ષમ ઓથોરિટીને માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news