નવી દિલ્હી: પૂર્વ અરુણાચાલ પ્રદેશના રોઈંગ જિલ્લાના ત્રણ સ્થાનિક પર્વતારોહકો જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં જડીબુટ્ટીની શોધમાં સુરિંધી પહાડી પર ગયા તો તેમને જડીબુટ્ટી તો ન મળી પરંતુ તેમણે 75 વર્ષથી ગુમ થયેલા એક વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો. આ વિમાન અમેરિકી વાયુસેનાનું વિમાન હતું જેણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચીનમાં જાપાનીઓ વિરુદ્ધની લડાઈમાં મદદ કરવા માટે આસામના દિનજાન એરફિલ્ડથી ઉડાણ ભરી હતી. આ વિમાનના કાટમાળમાં કેટલીક વસ્તુઓ એકદમ યથાવત સ્થિતિમાં મળી આવી હતી. વિમાનમાં મોટા પ્રમાણમાં ગોળીઓ ઉપરાંત એક ચમચો, કેમેરાના લેન્સ ઉપરાંત ઉનના મોજા પણ એકદમ સુરક્ષિત મળી આવ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રકારના મિશન દરમિયાન વિમાનની અંદર ખુબ જ ઠંડીથી બચવા માટે આ પ્રકારના મોજા અને અન્ય વસ્તુઓની જરૂર હોય છે. બીજા વિશ્વયુદ્ધમાં 42 મહિના સુધી ચાલેલા ખુબ જ સાહસિક અને અનેક રીતે આત્મઘાતી અભિયાનને  FLYING THE HUMP કહેવાતું હતું. જેમાં ગુમ થયેલા લોકોને શોધવા માટે આજે પણ અમેરિકી સરકાર અરુણાચલ પ્રદેશમાં પોતાની ટીમ મોકલે છે. 


અસમના દિનજાન એરબેઝથી 3 જૂનના રોજ અરુણાચલના મેચુકા એરફિલ્મડ માટે ઉડેલા એએન 32 વિમાન અને તેમાં સવાર 13 લોકોની 8 દિવસો બાદ ભાળ મળી છે. સુખોઈ-30, સી 130 જે સુપર હર્ક્યુલિસ, પી 8 આઈ એરક્રાફ્ટ, ડ્રોન અને સેટેલાઈટ્સ દ્વારા વિમાનની માહિતી મેળવવાની કોશિશ થઈ રહી છે. આ અભિયાનમાં વાયુસેના ઉપરાંત નેવી, સેનાની ગુપ્તચર એજન્સીઓ, આઈટીબીપી, અને પોલીસના જવાન સામેલ હતાં. આ અકસ્માતે એકવાર ફરીથી અરુણાચલ પ્રદેશની ઉપરથી ઉડાણ ભરવાના રોમાંચકારી ઈતિહાસની યાદ અપાવી છે. 


જુઓ LIVE TV


વાયુસેનાના ગુમ થયેલા વિમાન AN-32નો કાટમાળ મળ્યો, અરુણાચલના લીપોમાં થયું દુર્ઘટનાગ્રસ્ત 


અમેરિકાએ પોતના ગુમ થયેલા સૈનિકોની ભાળ મેળવવા માટે હોનોલુલુમાં  US Joint POW/MIA Accounting Command (JPAC)નું ગઠન કર્યું. અનેકવાર શોધ અભિયાન ચલાવ્યા બાદ મે 2014માં JPACએ એક મોટું અભિયાન શરૂ કર્યું. એપ્રિલ 2016માં તેમને અરુણાચલના જંગલોમાં કેટલાક હાડકાના ટુકડા મળ્યાં જે બાદમાં 25 જાન્યુઆરી 1944ના રોજ કુનમિંગથી છાબુઆ આવતા ગુમ થયેલા એક બી 24 બોમ્બરના ક્રુના હોવાનું સાબિત થયું. તેમને સૈનિક સન્માન સાથે દફન કરવા માટે પાછા અમેરિકા મોકલી દેવાયા હતાં. 


જો કે હજુ એ સ્પષ્ટ રીતે નથી કહી શકાતું કે FLYING THE HUMP મિશનો દરમિયાન આટલી મોટી સંખ્યામાં વિમાનો ક્રેશ કેમ થયાં, પરંતુ અલગ અલગ રિસર્ચમાં એક વાત સ્પષ્ટ થઈ કે અહીંના આકાશમાં ખુબ વધારે ટર્બુલેન્સ અને 100 મીલ પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાતો પવન અહીંની ઘાટીઓના સંપર્કમાં આવતા એવી સ્થિતિઓ પેદા થાય છે કે ત્યાં ઉડાણ ખુબ મુશ્કેલ બની જાય છે. તદ ઉપરાંત ત્યાંની ઘાટીઓ અને ગાઢ જંગલોમાં ક્રેશ થતા  કોઈ પણ વિમાનનો કાટમાળ શોધવો એક મિશન જેવું બની જાય છે. જેના  પૂરા થવામાં કેટલીકવાર અનેક દાયકા વીતી જાય છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...