અરૂણાચલમાં જેડીયૂને આંચકો, 7 માંથી 6 MLA ભાજપમાં જોડાયા
તાલીમ તાબોહને ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા બાદ તેને પાર્ટી વિરોધી ગતિવિધિ ગણાવતાં જેડીયૂએ સિયનગ્ઝૂ ટાકૂ અને ખર્માને કારણ દર્શક નોટિસ પણ જાહેર કરી હતી.
ઇટાનગર: બિહારમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે ગઠબંધન સરકાર ચલાવી રહેલી જનતા દળ યૂનાઇટેડ (જેડીયૂ)ને પૂર્વોત્તરના અરૂણાચલ પ્રદેશમાં મોટો આંચકો લાગ્યો છે. જેડીયૂના 6 ધારાસભ્ય ભાજપમાં જોડાઇ ગયા છે. રાજ્ય વિધાનસભા તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર રામગોંગ વિધાનસભા ક્ષેત્રમાંથી જેડીયૂના ધારાસભ્ય તાલીમ તબોહ, ચાતાંગ્તાજોના હેયેંગ મંગ્ફી અને કલાક્તંગના ધારાસભ્ય દોરજી વાંગ્દી ખર્માએ ભાજપનું સભ્ય પદ ગ્રહણ કરી લીધું છે.
વિધાનસભાના બુલેતીન અનુસાર તાલી વિધાનસભાના ધારાસભ્ય જિકકો તાકો, બોમડિલાના ડોંગરૂ સિયનગ્ઝૂ અને મારિયાંગ ગેકુના જેડીયૂ ધારાસભ્ય કોંગગોંગ ટાકૂ પણ હવે ભાજપમાં સામેલ થઇ ગયા છે. જેડીયૂના આ ધારાસભ્યો ઉપરાંત લિકાબાલી વિધાસભા ક્ષેત્રમાંથી પીપલ્સ પાર્ટી ઓફ અરૂણાચલ (પીપીએ)ના ધારાસભ્ય કરદો નિગ્યોરે પણ ભાજપનું સભ્ય પદ ગ્રહણ કરી લીધું છે.
ટ્રાયલ માટે જાણીજોઇને કોરોના પોઝિટિવ થશે આ લોકો, મળશે 4-4 લાખ રૂપિયા
સમાચાર એજન્સી પીટીઆઇના અનુસાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીઆર વાઘેએ આ નેતાઓના પાર્ટીમાં સામેલ હોવાની પુષ્ટિ કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે અમે પાર્ટીમાં સામેલ થવા માટે આ નેતાઓ તરફથી આપવામાં આવેલા પત્ર સ્વિકાર કરી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જેડીયૂમાં રાજકીય ઉથલપાથલ ત્યારે શરૂ કરવામાં આવી હતી, જ્યારે ભાજપના છ ધારાસભ્યોએ પાર્ટીના હાઇકમાન્ડને કહ્યા વિના તાલીમ તાબોહને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા.
2021 Holidays: વર્ષમાં છે 93 દિવસની રજાઓ, આ રીતે મેળવી શકશો લાભ
તાલીમ તાબોહને ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા બાદ તેને પાર્ટી વિરોધી ગતિવિધિ ગણાવતાં જેડીયૂએ સિયનગ્ઝૂ ટાકૂ અને ખર્માને કારણ દર્શક નોટિસ પણ જાહેર કરી હતી. પીપીએ પણ પોતાન ધારાસભ્ય કરદો નિગ્યોરને પાર્ટીમાંથી સસ્પેંડ કરી દીધા હતા. આ સાથે જ હવે 60 સભ્યો વિધાનસભામાં ભાજપ ધારસભ્યોની સંખ્યા 48 પહોંચી ગઇ છે. તમને જણાવી દઇએ કે 2019ના વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 41 સીટો સાથે સૌથી મોટી પાર્ટીમાં ઉભરી હતી.
જેડીયૂએ પણ ચોંકાવનારું પ્રદર્શન કર્યું હતું. જેડીયૂએ 14 સીટ પર ચૂંટણી લડી હતી. જેડીયૂ 14માંથી 7 સીટો જીતીને બીજી સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી હતી. ત્યારે કોંગ્રેસ અને તેમના ગઠબંધન સહયોગી નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી) 4-4 પર સમેટાઇ ગઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube