2021 Holidays: વર્ષમાં છે 93 દિવસની રજાઓ, આ રીતે મેળવી શકશો લાભ
કોરોના મહામારીની શરૂઆત દરમિયાન વ્યાપાર સચિવ આલોક શર્મા દ્વારા આ ફેરફારોને રજૂ કરવામાં આવ્યા હતા.
લંડન: નવા વર્ષની શરૂઆત પહેલા બ્રિટન સરકારે વર્કર્સ માટે ભેટની જાહેરાત કરી છે. કોરોના નિયમો (Corona Protocol)ના કારણે હવે 2020ની બાકી રજાઓ 2021માં લઈ શકાય છે. આદેશ અનુસાર વર્કર્સ ત્રણ મહિના સુધી એટલે કે, 93 દિવસની રજા લઇ શકશે. તેનો અર્થ એ છે કે, જે લોકોની 2020ની વાર્ષિક રજાઓ હજી બાકી છે, તેઓ 2021માં તેને જોડી વાર્ષિક રજા, બેંક રજા અને આસપાસના વિકેન્ડની સાથે 93 દિવસની રજાઓ લઈ શકશે.
કોરોનાના કારણે થયા ફરેફાર
તમને જણાવી દઇએ કે, માર્ચમાં કોરોના મહામારીની શરૂઆત દરમિયાન વ્યાપાર સચિવ આલોક શર્મા દ્વારા આ ફરેફારોને રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોઈપણને આગામી બે વર્ષમાં 4 અઠવાડીયા સુધીની રજા લેવાની મંજૂરી મળી શકશે.
પબ્લિક હોલિડેનો મળશે લાભ
RotaCloudના સંશોધન મુજબ, 2020માં યુકે વર્કર્સની સરેરાશ 14 દિવસ રજાઓ બાકી છે. પરંતુ આપણે રજા લેવાના દિવસોમાં મેન્યુપ્લેટ કરીને આ કરી શકીએ છીએ. ગુડ ફ્રાઈડે, ઇસ્ટર સોમવાર અને મેની શરૂઆતમાં જેવી જાહેર રજાઓનો લાભ લઈને આપણે આ કરી શકીએ છીએ.
જાન્યુઆરીમાં આ રીતે મળશે 10 રજા
જો તમે ન્યૂ યર પર ફરવા જવા માંગો છો તો તમે 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી રજા માટે એપ્લાય કરી શકો છે. તેના અંતર્ગત તમારી 5 રજા અને એક પબ્લિક હોલિડે એટલે કે ન્યુ યર ડેનો પણ ઉપયોગ થશે.
માર્ચ-એપ્રિલમાં આ રીતે મળશે લાભ
જો તમે 27 માર્ચથી 11 એપ્રિલ સુધી એટલે કે, 16 દિવસની રજા માટે એપ્લાય કરો છો તો આ વચ્ચે 8 વાર્ષિક રજા અને બે પબ્લિક હોલિડે (ગુડ ફ્રાઈડે અને ઇસ્ટર સોમવાર)નો ઉપયો કરી તમે લાભ મેળવી શકશો.
મેમાં આ રીતે મળશે 9 દિવસની રજા
1 મેથી 9 મે સુધી 9 દિવસની રજા માટે તમારે ચાર વર્ષિક રજા અને એક પબ્લિક હોલિડે (એર્લી મે પબ્લિક હોલિડે)નો ઉપયોગ કરી લાભ મેળવી શકશો.
મે-જૂનમાં આ રીતે મળશે લાભ
29 મેથી 6 જૂન સુધી 9 દિવસની રજા માટે તમારે 4 દિવસની વાર્ષિક રજા અને એખ પબ્લિક હોલિડે (સ્પ્રિંગ બેંક રજા)નો ઉપયોગ કરી શકો છો.
ઓગસ્ટ- સપ્ટેમ્બરમાં આ રીતે મળશે રજા
ઓગસ્ટ 28થી 5 સપ્ટેમ્બર સુધીમાં 9 દિવસની રજા માટે તમારે 4 વાર્ષિક રજા અને એક બેંક હોલિડે (સમર બેંક રજા)નો ઉપયોગ કરી શકો છો.
ડિસેમ્બરથી જાન્યુઆરીમાં આ રીતે મળશે રજા
25 ડિસેમ્બરથી 9 જાન્યુઆરી 2022 સુધી 16 દિવસની રજા માટે તમારે માત્ર 7 વાર્ષિક રજા અને ત્રણ પબ્લિક હોલિડે (ક્રિસમસ ડે, બોક્સીંગ ડે અને નવા વર્ષનો દિવસ)નો ઉપયોગ કરી શકો છો.
Trending Photos