ભડકે બળી રહેલા અરૂણાચલને શાંત કરવા રાષ્ટ્રપતિ શાસન અંગે વિચાર, CM ખાંડુના રાજીનામાની વકી
અરૂણાચલ પ્રદેશમાં હજી પણ તણાવની પરિસ્થિતી યથાવત્ત છે. રાજધાની ઇટાનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને જાળવી રાખવા માટે આઇટીબીપીની 6 કંપનીઓને ફરજંદ કરવામાં આવી છે. આ ઉપરાંત કલમ 144 પણ લાગુ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 6 આદિવાસી સમુદાયને સ્થાયી નિવાસી પ્રમાણપત્ર (PRC) આપવાના પ્રસ્તાવની વિરુદ્ધ બોલાવાયેલા બંધ દરમિયાન પ્રદેશનાં કેટલાક હિસ્સાઓમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન પોલીસ ગોળીબારમાં શનિવારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ રવિવારે પ્રદર્શનકર્તાઓએ રાજ્યના ઉપમુખ્યમંત્રી ચૌના મેનનાં ઘરે આગ લગાવી દીધી હતી.
ઇટાનગર : અરૂણાચલ પ્રદેશમાં હજી પણ તણાવની પરિસ્થિતી યથાવત્ત છે. રાજધાની ઇટાનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને જાળવી રાખવા માટે આઇટીબીપીની 6 કંપનીઓને ફરજંદ કરવામાં આવી છે. આ ઉપરાંત કલમ 144 પણ લાગુ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 6 આદિવાસી સમુદાયને સ્થાયી નિવાસી પ્રમાણપત્ર (PRC) આપવાના પ્રસ્તાવની વિરુદ્ધ બોલાવાયેલા બંધ દરમિયાન પ્રદેશનાં કેટલાક હિસ્સાઓમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન પોલીસ ગોળીબારમાં શનિવારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ રવિવારે પ્રદર્શનકર્તાઓએ રાજ્યના ઉપમુખ્યમંત્રી ચૌના મેનનાં ઘરે આગ લગાવી દીધી હતી.
પાક.ના પુર્વ રાજદ્વારીની ચેતવણી: પુલવામાને મુંબઇ હુમલો સમજવાની ભુલ ન કરવી જોઇએ
1965 સુધી કાશ્મીરના અલગ વડાપ્રધાન બનતા હતા, આવો છે 370ની કલમનો ઇતિહાસ
બીજી તરફ મુખ્યમંત્રી પેમા ખાંડુના આવાસ પર પણ લોકોએ હુમલો કરી દીધો છે. સેનાએ જવાબી ફાયરિંગ કરી રહ્યું છે. હિંસાને જોતા રાજ્ય સરકારે પીઆરસી સંબંધમાં આગળ કોઇ પણ કાર્યવાહી નહી કરવા માટેનો નિર્ણય લીધો છે. આ અગાઉ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આ સમગ્ર હિંસા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે કોંગ્રેસ પર અરુણાચલ પ્રદેશના લોકોને હિંસા માટે ઉકસાવવાનો આરોપ લગાવ્યો હતો.
ભારતને પેટ્રોલિયમ હબ બનાવશે સાઉદી અરબ, મોટુ રોકાણ કરવા માટેનું વચન
રિજિજુએ તેમ પણ કહ્યું કે, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી ખાંડુ સ્પષ્ટ કરી ચુક્યા છે કે, રાજ્ય સરકાર પીઆરસી બિલ નથી લાવી રહી, પરંતુ નબામ રેબિયાની આગેવાનીવાળી સંયુક્ત હાઇટ પાવર્ડ કમિટીનાં રિપોર્ટ રજુ કરી રહી છે. તેનો અર્થ છે કે રાજ્ય સરકારે તેનો સ્વિકાર નથી કર્યો. વાસ્તવમાં કોંગ્રેસ પીઆરસી માટે લડી રહી છે, પરંતુ લોકો ખોટી રીતે ભડકાવી રહી છે. રોબિયા રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી છે.