1965 સુધી કાશ્મીરના અલગ વડાપ્રધાન બનતા હતા, આવો છે 370ની કલમનો ઇતિહાસ
કલમ 370 હેઠળ જમ્મુ કાશ્મીરને મળે છે વિશેષ રાજ્યનો દરજ્જો, પુલવામા હુમલા બાદ 370 હટવવાની થઇ રહી છે માંગ
Trending Photos
જમ્મુ : કાશ્મીરના પુલવામાંમાં 14 ફેબ્રુઆરી થયેલા આતંકવાદી હુમલા બાદથી અહીં સમગ્ર દેશમાં આક્રોશનું વાતાવરણ છે બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં પણ પરિસ્થિતી તંગ છે. સોશિયલ મીડિયાથી માંડીને ચારરસ્તાઓ સુધી અને ઘરથી માંડીને ઓફીસ સુધી દરેક સ્થળ પર 370ની કલમની ચર્ચાઓ થઇ રહી છે.
લોકો જમ્મુ કાશ્મીરથી કલમ 370 હટાવવાની માંગ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં આગામી અઠવાડીયે આ અંગે સુનવણી પણ ચાલુ થઇ શકે છે. જાણીને આશ્ચર્ય થઇ શકે છે કે ભારતનું એક રાજ્ય હોવા છતા પણ વર્ષ 1965 સુધી જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી જ નહી પરંતુ વડાપ્રધાન બનતા હતા.
મહારાજ હરિસિંહ અને પંડિત જવાહરલાલ નેહરૂએ શેખ અબ્દુલ્લાને રાજ્યનાં વડાપ્રધાન નિયુક્ત કર્યા હતા. વર્ષ 1965માં પહેલા ચૂંટણી બાદ કોંગ્રેસ પાર્ટીના નેતા ગુલામ મોહમ્મદ સાદિક જમ્મુ કાશ્મીરનાં પહેલા મુખ્યમંત્રી બન્યા હતા. 1947માં અંગ્રેજોથી આઝાદી બાદ નાના-નાના રજવાડાને ભારતીય સંઘમાં સમાવેશ કરવામાં આવ્યો. જમ્મુ કાશ્મીરને ભારતના સંઘમાં સમાવેશ કરવાની પ્રક્રિયા ચાલુ કરતા પહેલા જ પાકિસ્તાન સમર્થિત કબિલાઇઓએ તેના પર આક્રમણ કરી દીધું. તે સમયે કાશ્મીરનાં રાજા હરીસિંહ હતા, જેમણે કાશ્મીરના ભારતમાં વિલયનો પ્રસ્તાવ મુક્યો હતો.
ત્યારે એટલો સમય નહોતો કે કાશ્મીરનો ભારતમાં વિલય કરવાની સંવૈધાનિક પ્રક્રિયા પુર્ણ કરવામાં આવી શકે. પરિસ્થિતીને જોતા ભારતીય સંવિધાન સભાના અધ્યક્ષ રહેલા એન.ગોપાલ સ્વામી આયંગરે સંઘીય સંવિધાન સભામાં 306-એ પ્રસ્તુત કરી હતી જે ત્યાર બાદ 370 બન્યો. આ પ્રકારે જમ્મુ કાશ્મીરને ભારતનાં અન્ય રાજ્યોથી વિશેષ દરજ્જો મળી ગયો.
જમ્મુ કાશ્મીરનો અલગ ઝંડો છે. ભારતના અન્ય રાજ્યોના લોકો જમ્મુ કાશ્મીરમાં જમીન નહી ખરીદી શકે છે. આર્થિક ઇમરજન્સી લગાવનારી કલમ 360 પણ જમ્મુ કાશ્મીર પર લાગુ નહી થાય.
ભારતની સંસદ જમ્મુ કાશ્મીરમાં સંરક્ષણ, વિદેશ મુદ્દે સંચાર ઉપરાંત કોઇ અન્ય કાયદો બનાવી શકે નહી. કલમ 356 લાગુ નથી નથી, રાષ્ટ્રપતિ પાસે રાજ્યના સંવિધાનને બર્ખાસ્ત કરવાનો અધિકાર નથી. ભારતની સંસદ જમ્મુ કાશ્મીરમાં સંરક્ષણ, વિદેશ મુદ્દે અને સંચાર ઉપરાંત કોઇ અન્ય કાયદો બનાવી શકાય નહી. અહીં કલમ 356 લાગુ નથી થતી, રાષ્ટ્રપતિની પાસે રાજ્યના સંવિધાનને બર્ખાસ્ત કરવાનો અધિકાર નથી.
ભારતીય સંવિધાનના ભાગ 21 હેઠળ જમ્મુ કાશ્મીરને આ અસ્થાઇ, પરિવર્તી અને વિશેષ પ્રબંધન વાળા રાજ્યનો દરજ્જો પ્રાપ્ત છે. ભારતીય સંવિધાનનો અનુચ્છેદ 370 એક અસ્થાઇ પ્રબંધ દ્વારા જમ્મુ કાશ્મીરને એક વિશેષ સ્વાયત્તા વાળા રાજ્યનો દરજ્જો આપે છે. ભારતનાં તમામ રાજ્યોમાં લાગુ થનારા કાયદો પણ આ રાજ્યમાં લાગુ નથી થતો. 1965 સુધી જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલનાં બદલે સદર એ રિયાસત અને મુખ્યમંત્રીના બદલે વડાપ્રધાન રહેતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે