અન્ના આંદોલનથી ઓળખ મળી, છતાં કેમ અન્નાને એકલા મુકીને રાજનીતિમાં આવ્યા કેજરીવાલ?
Arvind Kejriwal Birthday: અન્ના આંદોલનથી લાઈમલાઈટમાં આવેલા કેજરીવાલનો આજે જન્મદિવસ. કેજરીવાલ વિશે જાણવા જેવી છે આ વાતો...
નવી દિલ્લીઃ અન્ના આંદોલનથી ચમકનારા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. કેજરીવાલ 54 વર્ષના થઈ ગયા છે. દિલ્લીના જંતરમંતર મેદાનથી અરવિંદ કેજરીવાલને એક અલગ ઓળખ મળી. એ પહેલાંની તેમની ઓળખ એક સરકારી અધિકારી તરીકેની હતી. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચલાવવામાં આવેલાં અન્ના હજારેના આંદોલનને અન્ના આંદોલનનું નામ મળ્યું અને એમાંથી જ એક નેતા તરીકે કેજરીવાલને ઓળખ મળી. સવાલ એ થાય છેકે, જે અન્ના આંદોલનને કારણે કેજરીવાલને જાહેર જીવનમાં એક નેતા તરીકેની ઓળખ મળી એ જ અન્નાને કેજરીવાલ એકલા મુકીને કેમ રાજનીતિમાં આવી ગયાં? આ સવાલનો જવાબ અને આવી જ કેટલીક રસપ્રદ માહિતી જાણવા માટે જાણો કેજરીવાલના જન્મદિવસ નિમિત્તે તેમની સાથે જોડાયેલી કેટલીક વાતો.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધી માટે રાખ્યા હતા ઉપવાસ, અફ્રિદી સાથે સુવાની જોઈ રહી હતી રાહ! હીરોઈને જાહેર કરી પોતાની અંગત વાત
કેજરીવાલનો જન્મ 1968માં હરિયાણાના હિસારમાં થયો હતો. અરવિંદ કેજરીવાલે 1989માં IIT ખડગપુરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા હતા. કેજરીવાલ 1992માં ઈન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS)માં જોડાયા અને ઈન્કમ ટેક્સ ઓફિસર તરીકે નિયુક્ત થયા. વર્ષ 2000માં, કેજરીવાલે કામમાંથી રજા લીધી અને પારદર્શક અને જવાબદાર વહીવટ સુનિશ્ચિત કરવાના હેતુથી દિલ્લીમાં નાગરિક ચળવળ પરિવર્તનની શરૂઆત કરી હતી. જ્યારે કેજરીવાલે તેમના પદ પર હતા ત્યારે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવ્યું હતું અને આવકવેરા કચેરીમાં પરિવર્તન અને પારદર્શિતા લાવવા માટે કામ કર્યું હતું.
2006માં, કેજરીવાલે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને સમગ્ર સમય માટે 'પરિવર્તન' માં કામ કરવાનું શરૂ કર્યું. કેજરીવાલે અન્ય ઘણા સામાજિક કાર્યકરો સાથે મળીને માહિતી અધિકાર અધિનિયમ માટે ઝુંબેશ શરૂ કરી, ત્યારબાદ દિલ્લીમાં માહિતી અધિકાર અધિનિયમ 2001 અને દેશમાં માહિતી અધિકાર અધિનિયમ (RTI એક્ટ 2005) લાગુ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છેકે, અન્નાને રાજકારણ પસંદ નહોંતુ અને કેજરીવાલે કહ્યું કે સિસ્ટમમાં આવ્યાં વિના સિસ્ટમમાં બદલાવ કરવો શક્ય નથી. અને એજ કારણસર અન્ના અને કેજરીવાલ વચ્ચે મદભેદ હતો. આખરે કેજરીવાલે અન્નાની વાતના મતભેદને બાજુએ મુકીને પોતે રાજનીતિમાં આવવાનું નક્કી કર્યું. રાજકીય સૂત્રો જણાવે છેકે, બસ ત્યારથી અન્ના પોતાની દુનિયામાં એકલાં અલોપ થઈ ગયાં. અને અન્નાએ રાજનીતિથી પોતે જ કિનારો કરી લીધો.
આ પણ વાંચોઃ સામાન્ય પરિવારમાં જન્મ, છતાંય આજે દુનિયામાં ગૂંજે છે આ ગુજરાતણોનો અવાજ!
અરવિંદ કેજરીવાલે 2 ઓક્ટોબર 2012ના રોજ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. કેજરીવાલે સત્તાવાર રીતે 26 નવેમ્બર 2012ના રોજ દિલ્લીના જંતર-મંતર ખાતે આમ આદમી પાર્ટીની રચનાની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીએ 2013માં દિલ્લી વિધાનસભામાં પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં કેજરીવાલે નવી દિલ્લી સીટ પરથી દિલ્લીના તત્કાલિન મુખ્યમંત્રી શીલા દીક્ષિત સામે ચૂંટણી લડી હતી અને 25, 864 મતોથી પરાજય આપ્યો હતો. 2013ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 28 બેઠકો જીતીને રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી. આ પછી કેજરીવાલે કોંગ્રેસ સાથે મળીને 49 દિવસની સરકાર બનાવી અને 28 ડિસેમ્બર 2013થી 14 ફેબ્રુઆરી 2014 સુધી 49 દિવસ દિલ્લીના મુખ્યમંત્રી રહ્યા. કેજરીવાલે 49 દિવસ બાદ રાજીનામું આપ્યું હતું.
આ પણ વાંચોઃ Arnold Schwarzenegger: એક સમયે ઈંટો ઉપાડતો આર્નોલ્ડ કઈ રીતે બન્યો હોલીવુડનો સૌથી મોટો સુપરસ્ટાર?
2015માં, અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં, આમ આદમી પાર્ટીએ 70માંથી રેકોર્ડ 67 બેઠકો જીતી અને જંગી બહુમતી મેળવી. 14 ફેબ્રુઆરી 2015ના રોજ કેજરીવાલે ફરીથી દિલ્લીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જે બાદ 2019માં પણ આમ આદમી પાર્ટીએ જીત મેળવી અને કેજરીવાલ ફરીએકવાર મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ, આમ આદમી પાર્ટી અનેક રાજ્યોની ચૂંટણીમાં ઝંપલાવ્યું. જેમાં, પંજાબમાં AAPએ સરકાર બનાવી. અને હાલ કેજરીવાલની આપ ગુજરાતમાં પણ સરકાર બનાવવાના પ્રયાસો કરી રહી છે.