અમૃતા સાથે લગ્ન વખતે કરીનાએ અંકલ કહી અભિનંદન આપ્યાં તો સૈફે કહ્યું હતું 'થેન્ક્યુ બેટા'! હવે એ જ 'બેટા' થી બે બેટા છે!

સૈફ અલી ખાનનું ભણતર હિમાચલ પ્રદેશના સનાવરમાં લૌરેન્સ સ્કૂલમાં થઈ છે. જેના પછી તે વધુ અભ્યાસ માટે ઈંગ્લેન્ડની લોકર્સ પાર્ક સ્કૂલમાં મોકલવામાં આવ્યા.

અમૃતા સાથે લગ્ન વખતે કરીનાએ અંકલ કહી અભિનંદન આપ્યાં તો સૈફે કહ્યું હતું 'થેન્ક્યુ બેટા'! હવે એ જ 'બેટા' થી બે બેટા છે!

નવી દિલ્લીઃ આજે 16 ઓગસ્ટ એટલે બોલીવુડના સુપરસ્ટાર અને નવાબ સૈફ અલી ખાનનો જન્મ દિવસ. સૈફ અલી ખાનનો જન્મ 1970માં થયો હતો. એટેલ સૈફ આજે 51 વર્ષના થઈ ગયા છે. તેવામાં સૈફ અલી ખાન વિશે કેટલીક રસપ્રદ વાતો કરીશું. સૈફ અલી ખાન પ્રખ્યાત અભિનેત્રી શર્મીલા ટાગોર અને ક્રિકેટર મનસૂર અલી ખાન પટોડીનો પુત્ર છે. સૈફ અલી ખાનનું સાચુ નામ સાજીદ અલી ખાન છે. સૈફ અલી ખાનનો જન્મ 16 ઓગસ્ટ 1970માં દિલ્લીમાં થયો હતો. સૈફ અલી ખાનના પિતા મનસૂર અલી ખાન પટોડી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન રહી ચુક્યા છે. અને તે પટૌડીના નવાબ પણ રહ્યાં.

સૈફનો અભ્યાસ:
સૈફ અલી ખાનનું ભણતર હિમાચલ પ્રદેશના સનાવરમાં લૌરેન્સ સ્કૂલમાં થઈ છે. જેના પછી તે વધુ અભ્યાસ માટે ઈંગ્લેન્ડની લોકર્સ પાર્ક સ્કૂલમાં મોકલવામાં આવ્યા.

ફિલ્મી સફર:
અભ્યાસ વખતે જ તેમનું મન હવે બોલીવુડ તરફ આગળ વધવા લાગ્યું અને વર્ષ 1993માં તેઓએ પરંપરા ફિલ્મથી ડેબ્યુ કર્યું. જોકે આ ફિલ્મ ફ્લોપ રહી હતી. જેના પછી આશિક આવાર ફિલ્મ કરી. આ ફિલ્મમાં શર્મીલા ટાગોરે જ તેમની માતાનો ભાગ ભજવ્યો હતો. સૈફ અલી ખાન એ બધી જ વસ્તુઓ કરી રહ્યાં હતા જે એક હિન્દી ફિલ્મના હીરોએ કરવી જોઈએ. ડાન્સ, કોમેડી, એક્શન અને ઈમોશન પણ. એક વખત એવો પણ આવ્યો હતો જ્યારે તેમને સિંગલ હીરો ફિલ્મો ઓછી મળી રહી હતી. પરંતુ મલ્ટી સ્ટારરર ફિલ્મોમાં તે ઘણા પ્રખ્યાત થયા હતા.

મે ખિલાડી તુ અનાડી, ઈમ્તિહાન, કચ્ચે ધાગે, હમ સાથ સાથ હૈ. વર્ષ 2000 આવતા આવતા એવુ લાગતુ હતું કે સૈફ અલી ખાન માત્ર મલ્ટી સ્ટારરર ફિલ્મોમાં કામ કરી શકે છે. અને ત્યારે જ એક એવી ફિલ્મ આવી જેનાથી તેમના કરિયરને અલગ જ લેવલ પર લઈ ગયા. આ ફિલ્મ હતી ફરહાન અખ્તરની 'દિલ ચાહતા હૈ'. આ ફિલ્મમાં સૈફ સાથે આમિર ખાન અને અક્ષય ખન્ના પણ હતા.
સૈફ અલી ખાને પોતાના પ્રથમ ફિલ્મ આશિક આવાર માટે બેસ્ટ મેલ ડેબ્યુ એવોર્ડ મળ્યો હતો. જોકે પછી એક વખત એવો આવ્યો જ્યારે તેઓને નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મ હતી હમ તુમ.

સૈફ અલી ખાનની લવ લાઈફ:
સૈફ અલી ખાન બોલીવુડમાં સંઘર્ષ કરી રહ્યાં હતા તો બીજી તરફ તેમને ફિલ્મ અભિનેત્રી અમૃતા સિંહ સાથે પ્રેમ પણ થઈ ગયો હતો. વર્ષ 1991 સૈફ અલી ખાને પોતાનાથી 12 વર્ષ મોટી અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. અમૃતા અને સૈફના બે બાળકો છે. સારા અલી ખાન, અને ઈબ્રાહિમ અલી ખાન. સૈફ અને અમૃતા 13 વર્ષ પછી વર્ષ 2004માં છૂટા પડ્યા હતા. છુટાછેડા પછી બંને બાળકો માતા સાથે રહ્યાં હતા. અને એ દરમિયાન સૈફ અલી ખાન બૉલીવુડમાં એક પર એક હિટ ફિલ્મ આપી રહ્યાં હતા. એક તરફ જ્યાં અમૃતા સિંહ સાથે લગ્ન તૂટ્યા હતા તો બીજી તરફ વધુ એક રિલેશનશિપમાં આવવા માટે સૈફ તૈયાર હતા. જોગાનુજોગ એ જ વખતે કરીના કપૂરનો પણ શાહીદ કપૂર સાથે સંબંધ તૂટ્યો હતો. કરીના કપૂર અને સૈફ અલી ખાન નજીક આવ્યા. અને પછી 16 ઓક્ટોબર 2012માં બંનેના લગ્ન થઈ ગયા. આપને જણાવી દઈએ કે કરીના કપૂર સૈફ અલી ખાનથી 13 વર્ષ નાની છે.

કરીનાને બેટા કહ્યું હતું:
કહેવાય છે કે અમૃતા સિંહ અને સૈફ અલી ખાનના લગ્નમાં કરીના કપૂર પણ આવી હતી. ત્યારે તે એક 11 વર્ષની બાળક હતી. અને સૈફે તેને 'થેન્ક્યુ બેટા' કહ્યું હતુ. આ તો વાત પ્રેમની છે. ક્યારે 12 વર્ષ મોટી અભિનેત્રી અમૃતા સિંહ સાથે થઈ જાય તો ક્યારે 13 વર્ષ નાની અભિનેત્રી કરીના કપૂર સાથે થાય. મોટા લોકોની મોટી વાતો. હાલ કરીના કપૂર અને સૈફ અલી ખાનના બે પુત્રો છે. તૈમુર અલી ખાન, અને જહાંગીર અલી ખાન.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news