Gujarat Election Result 2022: હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ભવિષ્યવાણી આ ચૂંટણીમાં ખોટી સાબિત થઈ. જેટલા જોર શોરથી કેજરીવાલે ગુજરાત ચૂંટણીમાં 92 બેઠકો જીતીને પાર્ટીની સરકાર બનાવવાનો દાવો કર્યો હતો, એટલી જ ખરાબ રીતે પાર્ટીને ધોબીપછાડ મળી છે. અહીં 128 ઉમેદવારોની તો ડિપોઝિટ ડૂલ થઈ ગઈ. જ્યારે કોંગ્રેસ પણ માત્ર 17 બેઠકો જ મેળવી શકી. તેના પણ 41 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ચૂંટણીમાં ઝોકી હતી તાકાત
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અરવિંદ કેજરીવાલે  ગુજરાત ચૂંટણીમાં જીત માટે જીવ રેડી દીધો હતો. છેલ્લા છ મહિનામાં આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે ગુજરાતમાં અનેક સભાઓ અને રેલીઓ કરી. તેમણે દિલ્હી અને પંજાબ મોડલ પર ગુજરાતમાં પણ લોકોને ફ્રી વીજળી, બેરોજગારોને માસિક ભથ્થુ, મહિલાઓને મહિને એક હજાર રૂપિયા આપવાની સાથે સાથે સારી શાળાઓ અને હોસ્પિટલો બનાવવાનું પણ વચન આપ્યું હતું. તેમની સભાઓમાં ભારે ભીડ તો ભેગી થઈ જેને જોઈે કેજરીવાલે એવું સમજી લીધુ કે આ વખતે ગુજરાતમાં તેમની પાર્ટીની જીત નક્કી છે. 


લખીને આપ્યું હતું સરકાર બનાવવાનું વચન
અરવિંદ કેજરીવાલની ગુજરાતની રેલીઓ અને સભાઓમાં લોકોની ભારે ભીડ ઉમટી પડતી હતી જેને જોઈને કેજરીવાલે ચૂંટણી નજીક આવતા જ એક પત્રકાર પરિષદમાં લખીને ભવિષ્યવાણી કરી હતી. તેમણે લખીને દાવો કર્યો હતો કે તેમની પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવી રહી છે. ગુજરાત વિધાનસભાની 92થી વધુ  બેઠકો પર AAP નો કબજો હશે. આ સાથે જ તેમણે ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી સારા માર્જિનથી જીતશે તેવો પણ દાવો કર્યો હતો. પરંતુ અહીં પણ તેમણે હારનો સામનો કરવો પડ્યો. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube