Arvind Kejriwal: મફતમાં રેવડી વહેંચતા કેજરીવાલે હવે ગુજરાતમાં ખર્ચેલા એક એક પૈસાનો આપવો પડશે હિસાબ?
AAP: આમ આદમી પાર્ટીને કથિત રીતે સરકારી જાહેરાતોની આડમાં તેના રાજકીય જાહેરાતોને પ્રકાશિત કરવા બદલ 163.62 કરોડ રૂપિયાની વસૂલીની નોટિસ ફટકારવામાં આવી છે. સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી. દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ મુખ્ય સચિવને સરકારી જાહેરાતોની આડમાં પ્રકાશિત રાજકીય જાહેરાતો માટે AAP પાસેથી 97 કરોડ રૂપિયાની વસૂલીનો આદેશ આપ્યો હતો. જેના એક મહિના બાદ આ ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે.
Arvind Kejriwal: આમ આદમી પાર્ટીને કથિત રીતે સરકારી જાહેરાતોની આડમાં તેના રાજકીય જાહેરાતોને પ્રકાશિત કરવા બદલ 163.62 કરોડ રૂપિયાની વસૂલીની નોટિસ ફટકારવામાં આવી છે. સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી. દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ મુખ્ય સચિવને સરકારી જાહેરાતોની આડમાં પ્રકાશિત રાજકીય જાહેરાતો માટે AAP પાસેથી 97 કરોડ રૂપિયાની વસૂલીનો આદેશ આપ્યો હતો. જેના એક મહિના બાદ આ ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે સૂચના અને પ્રચાર નિદેશાલય (ડીઆઈપી) તરફથી પાર્ટીને નોટિસ મોકલવામાં આવી છે. કહેવાય છે કે જો 10 દિવસની અંદર રકમ ચૂકવવામાં ન આવી તો પાર્ટી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. એક સૂત્રના જણાવ્યાં મુજબ જો આપ સંયોજક આમ કરવામાં નિષ્ફળ રહેશે તો દિલ્હીના ઉપરાજ્યપાલના ગત આદેશ મુજબ સમયબદ્ધ રીતે તમામ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જેમાં પાર્ટીની સંપત્તિઓની જપ્તિ પણ સામેલ છે.
આમ આદમી પાર્ટીને જે નોટિસ ફટકારવામાં આવી છે તેમાં કહેવાયું છે કે વર્ષ 2016-17 માં રાજકોષના પૈસાનો ઉપયોગ સરકારી જાહેરાતોના નામે રાજકીય જાહેરાતો છપાવવામાં કરવામાં આવ્યો. આરોપ લગાવવામાં આવ્યો છે કે આ જાહેરાત સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ કરે છે. દિલ્હી સરકારના સૂચના અને પ્રસારણ નિદેશાલયે કહ્યું કે જો નિર્ધારિત સમયમર્યાદાની અંદર પૈસા જમા કરાવવામાં ન આવ્યા તો નિયમ મુજબ જરૂરી કાર્યવાહી કરાશે. સૂત્રોના હવાલે કહેવાય છે કે વિભાગ દીન દયાળ ઉપાધ્યાય માર્ગમાં સ્થિત આમ આદમી પાર્ટીના મુખ્યાલયને સીલ કરી શકે છે.
દેશમાં આ રાજ્યને મળ્યો નંબર વનનો તાજ, જાણો ગુજરાતના શું છે હાલ
BJP માં ધરખમ ફેરફારની તૈયારી; સરકારનું પણ બદલાશે સ્વરૂપ, ગુજરાતના આ નેતાનું વધશે કદ!
AAP સાંસદ સંજય સિંહને 3 મહિનાની સજા, કોર્ટે 21 વર્ષ જૂના કેસમાં આપ્યો ચુકાદો
19 ડિસેમ્બરે બહાર પડેલા આદેશમાં સૂચના અને પ્રસારણ નિદેશાલયે AAP ના સંયોજક અરવિંદ કેજરીવાલને 163.62 કરોડ રૂપિયાની વસૂલીની નોટિસ આપી હતી. અધિકારીઓનું કહેવું છે કે તેમાં 99.31 કરોડ મૂળ રકમ અને 64.31 કરોડ વ્યાજ સામેલ છે. એલજીના આદેશમાં કેન્દ્ર સરકાર તરફથી નિયુક્ત ત્રણ સભ્યોની સમિતિના રિપોર્ટનો હવાલો અપાયો છે. જેણે સપ્ટેમ્બર 2016માં કહ્યું હતું કે દિલ્હી સરકારે જાહેરાત પર ટેક્સપેયર્સના ધનનો 'દુરઉપયોગ' કર્યો. પેનલે કહ્યું કે AAP પાસેથી વસૂલી કરવામાં આવે.
AAP તરફથી રકમ જમા ન કરાવવા પર ઉપરાજ્યપાલ સક્સેનાએ લીગલ એક્શન લેવાનું કહ્યું હોવાનું પણ કહેવાય છે જેમાં સંપત્તિઓની જપ્તિ પણ સામેલ છે. તેમણે 2019 બાદ અપાયેલી જાહેરાતોની પણ તપાસ કરવાનું કહ્યું છે. આ નોટિસ બાદ હવે આમ આદમી પાર્ટી અને એલજી વી કે સક્સેના વચ્ચે ટકરાવ વધી શકે છે. આ અગાઉ પણ અનેક મુદ્દાઓ પર રાજભવન અને AAP સરકાર વચ્ચે તણાવ રહ્યો છે.
જુઓ લાઈવ ટીવી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube