Number One State: દેશમાં આ રાજ્યને મળ્યો નંબર વનનો તાજ, જાણો ગુજરાતના શું છે હાલ
Number One State: કેર એજના મુખ્ય અર્થશાસ્ત્રી રજની સિંહાએ આ અંગેનો શ્રેય યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી સરકારને આપ્યો જેણે રાજ્યમાં કારોબાર કરવો સરળ બનાવ્યો છે. તેમણે કહ્યું કે રાજકાજના સ્તર પર રેંકિંગ પર પહોંચવા માટે સૌથી વધુ મહત્વ કારોબાર સુગમતા, શાસનના સ્તર પર ડિજિટલીકરણને લઈને રેકોર્ડ, અપરાધોના કોર્ટના સ્તર પર પતાવટ અને પોલીસ ફોર્સ પર આપવામાં આવ્યું છે.
Trending Photos
Number One State: આર્થિક, સામાજિક અને શાસનના સંચાલનના મામલે મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં પ્રથમ નંબરે છે. જ્યારે ગુજરાત અને તમિલનાડુ ક્રમશ: બીજા અને ત્રીજા નંબરે છે. શાખ નિર્ધારિત કરતી અને શોધ કંપની કેર એજે રાજ્યોની સમગ્ર રેંકિંગમાં આ તારણ કાઢ્યું છે. રેંકિંગ તૈયાર કરતી વખતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ, નાણાકીય સમાવેશ, રાજકોષીય વ્યવસ્થાપન, અને પર્યાવરણ ઉપર પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. બધુ મળીન રાજકાજના સ્તર પર ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે અને આ મામલે આંધ્ર પ્રદેશ તથા તેલંગણા કરતા પાછળ છે.
કેર એજના મુખ્ય અર્થશાસ્ત્રી રજની સિંહાએ આ અંગેનો શ્રેય યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી સરકારને આપ્યો જેણે રાજ્યમાં કારોબાર કરવો સરળ બનાવ્યો છે. તેમણે કહ્યું કે રાજકાજના સ્તર પર રેંકિંગ પર પહોંચવા માટે સૌથી વધુ મહત્વ કારોબાર સુગમતા, શાસનના સ્તર પર ડિજિટલીકરણને લઈને રેકોર્ડ, અપરાધોના કોર્ટના સ્તર પર પતાવટ અને પોલીસ ફોર્સ પર આપવામાં આવ્યું છે.
સિન્હાએ વધુમાં કહ્યું કે સમગ્ર રેંકિંગ લાંબા સમયગાળામાં થયેલા લાભને દર્શાવે છે. તેમણે કહ્યું કે હવે ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન અપાઈ રહ્યું છે. પરંતુ જો જનસંખ્યાને લઈને જે લાભ છે તેનો ફાયદો ઉઠાવવા માટે રાજ્યોએ સ્વાસ્થ્ય, શિક્ષણ જેવી સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પર ભાર મૂકવો જોઈએ.
પશ્ચિમ અને દક્ષિણના રાજ્યો આ મામલે સારા
અર્થશાસ્ત્રીએ કહ્યું કે પશ્ચિમ અને દક્ષિણના રાજ્યો આ મામલે વધુ સારું કરી રહ્યા છે. તેમણે જે નીતિઓ અપનાવી છે તેનો લાભ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે સમગ્ર રેંકિંગમાં તમિલનાડુ ત્રીજા સ્થાને છે. તેનું કારણ સામાજિક ક્ષેત્રોમાં રાજ્યોનું સારું પ્રદર્શન છે. જો કે તેનું પાડોશી રાજ્ય કેરળ આ મામલે અવ્વલ છે.
રાજ્યોની સમગ્ર સૂચિમાં મહારાષ્ટ્ર પહેલા સ્થાન પર છે. તેનું કારણ નાણાકીય સમાવેશનના ક્ષેત્રમાં તેનું સારું પ્રદર્શન છે. જ્યારે ગુજરાતનું આર્થિક અને રાજકોષીય મોરચે સારું પ્રદર્શન છે. જો કે ગુજરાત સામાજિક માનદંડોમાં પાછળ છે. તે આ મામલે ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહાર જેવા રાજ્યોથી આગળ છે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
નાણાકીય માનદંડોના આધારે ઓડિશા પહેલા સ્થાને છે જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત ક્રમશ બીજા અને ત્રીજા સ્થાને છે. જ્યારે પર્યાવરણનું જોઈએ તો આંધ્ર પ્રદેશ પહેલા સ્થાને છે. જ્યારે કર્ણાટક અને તેલંગણા બીજા અને ત્રીજા સ્થાને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે