નવી દિલ્હી : સતત પેટ્રોલનાં વદી રહેલા ભાવ અંગે વિપક્ષ આક્રમક મુડમાં છે. જો કે ગુરૂવારે કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા અંગેની જાહેરાત કરીને જનતાને આંશિક રાહત આપી હતી. કેન્દ્રની જાહેરાત બાદ કેટલાક રાજ્યોએ પણ પોતાની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી. રાજ્ય સરકારોનાં આ નિર્ણયને પગલે લોકોને 5 રૂપિયા સુધીની રાહત મળી છે. જો કે કેન્દ્રનાં આ પ્રયાસને અરવિંદ કેજરીવાલે સામાન્ય માણસ સાથેની છેતરપીંડી ગણાવી છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં માત્ર 10 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો અને ઘટાડો માત્ર ડોઢ રૂપિયાનો કર્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્રને તેલની કિંમતમાં ઓછામાં ઓછો 10 રૂપિયાનો ઘટાડો કરવો જોઇએ. કેજરીવાલે એક ટ્વીટમાં કહ્યું કે, મોદી સરકારે એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયા પ્રતિ લીટર વધારીને હવે માત્ર 2.50 રૂપિયા ઘટાડ્યા ? આ તો છેતરપીંડી ચે. કેન્દ્ર સરકારને ઓછામાં ઓછા 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવો જોઇએ.


 


અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાની લાંબા સમયથી થઇ રહેલી માંગને સ્વિકારતા અઢી રૂપિયાનો ઘટાડો કર્યો છે. જ્યારે બીજી તરફ કેન્દ્રએ રાજ્યોને પણ તેમની એક્સાઇઝમાં ઘટાડો કરવાની અપીલ કરી હતી જેને 6 જેટલા રાજ્યોએ મંજુર રાખતા આ રાજ્યોમાં આશરે 5 રૂપિયા જેટલો ઘટાડો થયો છે.