ઝી મીડિયા/બ્યૂરો :દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Elections 2020) માં શાનદાર જીત મેળવ્યા બાદ આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠક યોજાવાની છે. અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પોતાના નિવાસસ્થાન પર આપના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. તો દિલ્હીમાં બીજેપી (BJP)એ પણ હારની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી (Delhi election results) માં મંગળવારે 11 ફેબ્રુઆરીના રોજ આવેલા પરિણામાં દિલ્હીની જનતાએ એકવાર ફરીથી અરવિંદ કેજરીવાલને કમાન સોંપી છે. દિલ્હીની 62 સીટ પર આપે જીત નોંધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજેપી માત્ર 8 સીટ પર સમેટાઈને રહી ગઈ છે. કોંગ્રેસનો સ્કોર આ વખતે પણ શૂન્ય રહ્યો છે. જોકે, ગત વખતની સરખામણીમાં બીજેપીએ આ વખતે વધુ સીટ મેળવી છે, પરંતુ આંકડો 10ને પાર પણ થઈ શક્યો નથી.


દિલ્હી બીજેપીના બે નેતા એવા રહ્યા છે, જેનો કેજરીવાલની આંધી પણ કંઈ બગાડી શકી નથી. સતત બીજીવાર સીટ બચાવવામાં સફળ રહ્યા છે રોહિણી વિધાનસભા સીટથી જીતેલા વિજેન્દ્ર ગુપ્તા અને વિશ્વાસનગરથી ત્રીજીવાર ધારાસભ્ય બન્યા ઓમ પ્રકાશ શર્મા. વિશ્વાસ નગરની વાત કરીએ તો 2013માં વિધાનસભા ઈલેક્શનમાં બીજેપીના ઓમ પ્રકાશ શર્માએ કોંગ્રેસને હરાવીને બીજીવાર બીજેપીનો કબજો સીટ પર કાયમ કર્યો હતો. આ પહેલા 1993માં આ સીટ બીજેપીએ જીતી હતી. તેના બાદ 2015માં કેજરીવાલની આંધી દરમિયાન ઓમ પ્રકાશ શર્મા બીજેપીની આ સીટ બચાવવામાં સફળ રહ્યા હતા. અને જ્યારે 2020ની વિધાનસભા ઈલેક્શનમાં જીતવામાં સફળ રહ્યાં છે. 


તો રોહણી વિધાનસભાની વાત કરીએ તો આ સીટ ઉત્તર પશ્ચિમ દિલ્હી લોકસભા ક્ષેત્રમાં આવે છે. વર્ષ 2015માં આમ આદમી પાર્ટીની લહેરમાં વિજેન્દ્ર ગુપ્તાએ પણ બીજેપીની જીત અપાવી હતી અને હવે 2020માં પણ પાર્ટીનો ઝંડો ઉંચો રાખવામાં સફળ રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...