નવી દિલ્હી: પંજાબ વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ હવે કમર કસી લીધી છે. આ જ કડીમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સોમવારે અમૃતસર પહોંચ્યા. અહીં અરવિંદ કેજરીવાલની હાજરીમાં પૂર્વ આઈપીએસ કુંવર વિજય પ્રતાપ સિંહે આમ આદમી પાર્ટી જોઈન કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે હું' પંજાબમાં પૂર્વ પોલીસ અધિકારી કુંવર વિજય પ્રતાપ સિંહનું આમ આદમી પાર્ટીમાં તેમની પ્રમાણિક છબી માટે સ્વાગત કરું છું. સમગ્ર પંજાબ હવે બદલાવ ઈચ્છે છે. એક જ આશા છે 'આપ'. કુંવર સાહિબનું સમર્થન પંજાબના લોકોની આ આશાને વધુ મજબૂત કરશે.'


કુંવર વિજય પ્રતાપ સિંહે એપ્રિલમાં આપ્યું હતું રાજીનામું
અત્રે જણાવવાનું કે કુંવર વિજય પ્રતાપ સિંહની ગણતરી પંજાબ સરકારના ભરોસાપાત્ર ઓફિસરોમાં થતી રહે છે. પરંતુ કોટકપૂરા અને બહિબલ કલા ગોળીકાંડની તપાસ માટે બનેલી SIT ના પ્રમુખ કુંવર વિજય પ્રતાપ સિંહે થોડા સમય પહેલા રાજીનામું આપી દીધુ હતું. આ અગાઉ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબ પોલીસના પહેલાના એસઆઈટી રિપોર્ટને ફગાવ્યો હતો. આ એસઆઈટી ફરીદકોટ જિલ્લામાં ગુરુ ગ્રંથ સાહિબના કથિત અપમાનને લઈને 2015માં કોટકપૂરામાં પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસના ફાયરિંગની તપાસ કરી રહી હતી. 


UP: એક હજાર લોકોના ધર્મ પરિવર્તનના ષડયંત્રનો ચોંકાવનારો ખુલાસો, ISI ના ફંડિંગના મળ્યા પાક્કા પુરાવા


આ બાજુ પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા માટે અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે લોકો પાર્ટીમાં આ અંગે મંથન કરી રહ્યા છીએ પરંતુ જે પણ હશે તે એક શીખ ચહેરો જ હશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમારો ઉમેદવાર એવો હશે જેના પર દરેક ગર્વ કરશે. 


Zomato Boy એ સાઈકલ પર સુપરફાસ્ટ સ્પીડથી પહોંચાડ્યો ઓર્ડર, ઈનામમાં મળી શાનદાર બાઈક


અત્રે જણાવવાનું કે સોમવારે જ્યારે અરવિંદ કેજરીવાલ અમૃતસર પહોંચ્યા તો અકાલી દળના કાર્યકરોએ તેમને ત્યાં એરપોર્ટ પર કાળા ઝંડા દેખાડ્યા હતા અને નારેબાજી કરી હતી. અકાલી દળ આ વખતે પંજાબમાં બસપા સાથે ચૂંટણી લડી રહ્યું છે. તો કોંગ્રેસમાં પણ પોતાની જ પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube