નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિંગાપુર જવા માટે કેન્દ્રની પેન્ડિંગ મંજૂરીને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સોમવારે તે વાત પર ભાર આપ્યો કે એવું પ્રતીત થાય છે કે સિંગાપુરમાં એક સંમેલનમાં સામેલ થવા માટે તેને રાજકીય કારણોને લીધે મંજૂરી આપવામાં આવી રહી નથી. કેજરીવાલે કહ્યું, હું કોઈ ગુનેગાર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલે કહ્યુ કે સિંગાપુરમાં વિશ્વ નગર શિખર સંમેલનમાં ભાગ લેવા માટે તેમને દેશની સરકારે આમંત્રિત કર્યા છે, જ્યાં તે વિશ્વ નેતાઓ સમક્ષ દિલ્હીનું મોડલ રજૂ કરશે અને ભારતનું નામ રોશન કરશે. કેન્દ્ર દ્વારા આ યાત્રા માટે મંજૂરી આપવામાં વિલંબ કરવાથી નારાજ કેજરીવાલે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખતા કહ્યુ કે, તે છેલ્લા એક મહિનાથી મંજૂરીની રાહ જોઈ રહ્યાં છે. તેમણે પ્રધાનમંત્રી મોદીને યાત્રાની મંજૂરી માટે વિનંતી કરી છે. 


આ પણ વાંચોઃ Madhya Pradesh: ધારમાં મુસાફરો ભરેલી બસ પુલ પરની રેલિંગ તોડી નર્મદામાં ખાબકી, 13 લોકોના દર્દનાક મોત


કેજરીવાલ બોલ્યા- હું કોઈ ગુનાગાર નથી
કેજરીવાલે કહ્યું- હું કોઈ ગુનેગાર નથી, હું એક મુખ્યમંત્રી અને દેશનો એક સ્વતંત્ર નાગરિક છું. મને સિંગાપુર જતો રોકવાનો કોઈ કાયદાકીય આધાર નથી, તેથી તેની પાછળ કોઈ રાજકીય કારણ પ્રતીત થાય છે. આપ સંયોજકે કહ્યુ કે, દેશના આંતરિક મતભેદોને વૈશ્વિક મંચ પર ન દેખાડવા જોઈએ. 


ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં થશે સંમેલન
નોંધનીય છે કે સિંગાપુરના રાજદૂત સાઇમન વોંગે જૂનમાં અરવિંદ કેજરીવાલને આ શિખર સંમેલન માટે આમંત્રણ આપ્યું હતું. આ સંમેલન ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં યોજાવાનું છે. દિલ્હીના મુખ્યમંત્રીને પ્રથમ દિવસે યોજાનારા એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તે સામાન્ય રીતે વિદેશ યાત્રાઓ પર જતા નથી, પરંતુ સિંગાપુર સંમેલનમાં ભાગ લેવા ઈચ્છે છે કારણ કે તે દેશના વિકાસ સાથે જોડાયેલ છે .


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube