નવી દિલ્હીઃ દિલ્હી સરકારે મોટો નિર્ણય લેતા ઘરે-ઘરે રાશન યોજનાને મંજૂરી આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે એક પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી. આ યોજના લાગૂ થવાથી લોકોએ રાશનની દુકાને જવું પડશે નહીં. સરકાર ગરીબ લોકોના ઘર સુધી રાશન પહોંચાડશે. દિલ્હીમાં દર મહિને લગભગ 72 લાખ લોકોને રાશનનો ફાયદો મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલે કહ્યુ કે, યોજના લાગૂ થવા પર લોકોને ઘરે રાશન પહોંચાડવામાં આવશે, તેમણે રાશનની દુકાને જવું પડશે નહીં. આ ખુબ ક્રાંતિકારી પગલું છે. વર્ષોથી અમારૂ સપનું હતું કે ગરીબને ઇજ્જતથી રાશન મળે, આજે તે સપનું પૂરુ થયું છે. કેજરીવાલે આગળ કહ્યુ, જે દિવસે દિલ્હી સરકારની મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજના શરૂ થશે, તે દિવસે દિલ્હીમાં કેન્દ્ર સરકારની વન નેશન, વન રાશન યોજનાને પણ લાગૂ કરી દેવામાં આવશે. 


હવાથી કોરોનાનું સંક્રમણ સંભવ, CSIR ચીફે આપી બંધ જગ્યાઓ પર માસ્ક પહેરવાની ચેતવણી 


દિલ્હીના લોકોને વિકલ્પ આપવામાં આવશે કે રાશનની દુકાને જઈને તે રાશન લેવા ઈચ્છે છે કે હોમ ડિલિવરી. હોમ ડિલિવરીમાં ઘઉંની જગ્યાએ લોટ આપવામાં આવશે. આ યોજના 6-7 મહિનામાં શરૂ થવાની આશા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube