`મોદી જીતશે તો અમિત શાહ બનશે PM, યોગીને નિપટાવી દેવાશે`, કેજરીવાલનો સૌથી મોટો હુમલો
Arvind Kejriwal news: આજે કેજરીવાલે સૌથી મોટો હુમલો મોદી સરકાર પર કર્યો છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યાના બીજા દિવસે તેઓ AAP કાર્યાલય પહોંચ્યા અને ભાજપ (BJP) અને PM મોદી પર (PM Modi) સૌથી મોટો હુમલો કર્યો હતો.
Arvind Kejriwal PC: અરવિંદ કેજરીવાલ લગભગ 51 દિવસ પછી જેલમાંથી બહાર આવ્યા અને આવતાંની સાથે જ પોતાનું કામ કરવાનું શરૂ કરી દીધું છે. પૂજા કર્યા બાદ પાર્ટી કાર્યાલય પહોંચેલા કેજરીવાલે જેલમાં પોતાના અનુભવો વર્ણવીને અને ભાજપના દરેક આરોપોનો જવાબ આપ્યો હતો. કેજરીવાલે રાજીનામું ન આપવાનું પોતાનું કારણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે હું સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું કારણ કે તેમણે માત્ર 21 દિવસ માટે જામીન આપ્યા હોવા છતાં આ દિવસો ભાજપને જડમૂળથી ઉખેડવા માટે પૂરતા છે.
'4 જૂને BJP હારી જશે, AAP વિના દિલ્હીમાં કોઈ સરકાર નહીં બને' : આ નેતાએ કર્યો દાવો
Phalodi Satta Bazar નું સૌથી મોટું અનુમાન, BJP કયા રાજ્યમાં કેટલી સીટો જીતી રહી છે?
હું તમારી પાસે ભીખ માંગવા આવ્યો છુંઃ કેજરીવાલ
કેજરીવાલે એમ પણ કહ્યું, 'હું માનું છું કે એમની 230 સીટો આવી રહી છે, ભારતમાં ગઠબંધન સરકાર બનશે અને દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે. તેઓ ઈન્ડિયા ગઠબંધનને પૂછે છે કે તમારો પીએમ કોણ બનશે? હું પૂછું છું કે ભાજપના પીએમ કોણ હશે? આવતા વર્ષે મોદીજી 75 વર્ષના થવા જઈ રહ્યા છે. હવે મોદીજી આવતા વર્ષે 17મી સપ્ટેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. જો તેઓ પીએમ બનશે તો પ્રથમ બે મહિનામાં તેઓ યોગી આદિત્યનાથને નિપટાવી દેશે.
લૂ લાગી હોય ત્યારે બેભાન વ્યક્તિને પાણી પીવડાવવું બની શકે છે ખતરનાક, જાણો કેમ?
Cooking Tips: લોટ બાંધતી વખતે મિક્સ કરી દો બરફના બે ટુકડા, ફૂટબોલ જેવી ફૂલશે રોટલીઓ
જો ભાજપની સરકાર બનશે તો અમિત શાહને પીએમ બનાવવામાં આવશે. જેઓ વોટ આપવા જઈ રહ્યા છે તેઓ એમ વિચારીને જાઓ કે તેઓ મોદીજીને નહીં પણ અમિત શાહને વોટ આપી રહ્યા છે. દેશની જનતાએ સરમુખત્યારશાહીને ઉખાડી નાખી છે, આજે એક સરમુખત્યાર આ દેશમાંથી લોકશાહીને ખતમ કરવા માંગે છે. હું 140 કરોડ લોકો પાસે ભીખ માંગવા આવ્યો છું, મારા દેશને બચાવો, આ તાનાશાહીથી બચાવી લો.
હવે ચીકૂની ખેતી ગુજરાતના ખેડૂતોને બનાવશે લાખોપતિ,ટ્રેકટર નહી મર્સિડીઝ લઇને જશે ખેતરે
બજારમાં બૂમ પડાવે છે સોનું, મરી ગ્યા...ફરી સોના-ચાંદીના ભાવમાં થયો આટલો વધારો
રાજીનામું ન આપવાના કારણો આપ્યા
જનતાનું અભિવાદન અને આભાર માન્યા બાદ કેજરીવાલે પોતાની વાત આગળ વધારતાં જણાવ્યું હતું કે, 'તેઓ (ભાજપના લોકો) પૂછે છે કે અરવિંદ કેજરીવાલે રાજીનામું કેમ ન આપ્યું? જ્યારે હું પહેલીવાર સીએમ બન્યો ત્યારે મેં 49 દિવસમાં રાજીનામું આપી દીધું હતું. મને પદનો કોઈ લોભ નથી. આટલી જંગી બહુમતીથી જીત્યા પછી તેઓ જાણે છે કે જો તેઓ તેમને હરાવી નહીં શકે તો તેઓ કેજરીવાલને ખોટા કેસમાં ફસાવી દેશે અને કેજરીવાલે રાજીનામું આપવું પડશે. અમે તેમની જાળમાં ફસાવાના નથી. તેમના માટે સારું છે કે જ્યાં પણ કોઈની સરકાર બને છે, તે રાજ્યના મુખ્યમંત્રીને જેલમાં ધકેલી દો, તેથી જ મેં રાજીનામું આપ્યું નથી.
શુક્રનું ગોચર આ 2 રાશિવાળાનું છીનવું લેશે સુખ-ચેન, બેહાલ બની જશે જીંદગી
ભારતમાં ઘટી રહી છે હિંદુઓની સંખ્યા, વધી મુસ્લિમોની વસ્તી, પાકિસ્તાનમાં ખરાબ હાલત